તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આદેશ:ગઢશીશા બસ સ્ટેશન પાસેના 56 દબાણ ગમે ત્યારે દૂર થશે: મનાઇ હુકમ રદ થયો

માંડવી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લગડી જમીન પર દબાણ દુર કરવા અંગે પંચાયતે ત્રણ વર્ષ પહેલા નોટીસ અપી હતી
  • મામલો કોર્ટમાં પહોંચ્યા બાદ પંચાયતની તરફેણમાં ચુકાદો આવતા દબાણ ખાલી થશે

માંડવી તાલુકાના ગઢશીશા ગામ દિન પ્રતિદિન વિકાસની ગતિ પર પ્રગતિ કરતા ગામના બસ સ્ટેશન વિસ્તારની આજુબાજુ સરકારી જમીન પર પેશ કદમી કરાઇ છે. દબાણવારી પંચાયતની ગામતળની જમીન પર 56 લોકોને જગ્યા ખાલી કરવા બાબતે નોટિસ અપાઇ હતી. આ બાબતે મનાઇ કુહમ મેળવવા માટે દાદ માંગવામાં આવી હતી પરંતુ કોર્ટમાં કેસ ચાલી જતા દબાણયુક્ત જમીન પંચાયતની તરફેણમાં આવતા મોકાની જગ્યા ખાલી કરવી પડશે.ગામના બસ સ્ટેશન પાસેની મોકાની લગડી સમી જગ્યા પર લાંબા સમયથી પોતાના ધંધા રોજગાર ચલાવી રોજગારી મેળવતા હતા તે કિમતી જગ્યા પંચાયત માલીકીની જમીન પર દબાણ કરતા જમીન માફિયા પર પંચાયત દ્વારા ગુજરાત અધિનિયમ કલમ 104, અને 105 તળે જમીન દબાણ દુર કરવા અંગે ત્રણ વર્ષ પહેલા નોટીસ અપાઇ હતી.

નોટીસ મળવા સામે માંજોઠી અબ્દુલગની જુસબ વાદી ચાલુ કેસ બાબતે મનાઇ હુકમ માંગવાની દાદ માંગવામાં આવી હતી. અગત્યની મેટર હોવાથી પ્રિન્સીપાલ સિનિયર સિવિલ કોર્ટ 15 દિવસ માંડવી અને 15 દિવસ મુન્દ્રા હોવાથી અરજન્ટ હોવાના કારણે મુન્દ્રા કોર્ટ સિટીંગ દરમ્યાન સુનવણી યોજવામાં આવી હતી. જેમા મનાઇ હુકમ અરજી રદ કરવાનો હુકમ પ્રિન્સીપાલ સિનિયર સિવિલ જજ એ.જી. ઓઝા હુકમ આપ્યો છે. પંચાયત તરફી કેસની ધારદાર દલીલ વિધ્વાન એડવોકેટ કિર્તીભાઇ કાગતડા રહ્યા હતા.

દબાણવારી જગ્યાએ કોરોનાના કારણે જેસીબી નહી ફરે !
કોરોના કાળની સ્થિતિમાં હાલમાં દબાણ વિસ્તારમાં કામ કોઇપણ જાતનું કરવામાં નહીં આવે. આવનારા દિવસોમાં સમય પ્રમાણે જેસીબી સહિતના સાધનોની સાથે પોલીસ પ્રોટેક્સન મેળવીને સરકારી જમીન ખાલી કરવામાં આવશે તેવું ગામના સરપંચ ભાઇલાલ છાભૈયાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...