ખાદી ખરીદીમાં ઉછાળો:ગાંધીબાપુના જન્મદિવસે કચ્છમાં 5.13 લાખની ખાદી લોકોએ ખરીદી

માંડવી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખાદી ભંડારમાં 40 ટકા રિબેટ અપાતા ખરીદીમાં આવ્યો ઉછાળો

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ખાદી વસ્ત્રોના હિમાયતી હતા ત્યારે 2 ઓક્ટોબરના ગાંધીજીના જન્મદિવસે એક જ દિવસમાં કચ્છમાં 5.13 લાખની ખાદી લોકોએ ખરીદી હોવાનું સામે આવ્યું છે.આઝાદીના અમૃત મહોત્સવ અને ગાંધી જ્યંતી નિમિતે ખાદી ભંડારમાં ગુજરાત બનાવટની ખાદીમાં 40 ટકા જ્યારે પરપ્રાંતીય ખાદીમાં 20 ટકા રિબેટ આપવામાં આવતા ખરીદીના પ્રમાણમાં ઉછાળો આવ્યો હતો.

ખાસ તો ખાદી ભંડારોમાં લોકોએ ઝબ્બા,શર્ટ, પેન્ટ,પહેરણ,શેતરંજી,ટુવાલ,આસનીયા,રૂમાલ અને માસ્ક સહિતની વસ્તુઓ ખરીદી કરી હતી.પશ્ચિમ કચ્છ ખાદી ગ્રામ ઉધોગ સંઘ સંચાલિત ભંડારમાં 2.50 લાખ,કચ્છ ખાદી ગ્રામ ઉધોગ સંઘ ભુજમાં 1.95 લાખ,ભીમાણી ખાદી ગ્રામ માંડવી-ભુજપુરમાં 60 હજાર જ્યારે ભીમાણી ખાદી મંડળ રાપર-ભચાઉમા સૌથી ઓછી 8 હજારની ખાદી લોકો તરફથી ખરીદવામાં આવી હતી.ખાસ તો મોટાભાગની ખરીદી નેતાઓ દ્વારા કરાઈ હતી. નોંધનીય છે કે,કચ્છમાં ગુજરાત ખાદી ગ્રામ ઉધોગ બોર્ડ પ્રમાણિત ચાર સંસ્થાના માધ્યમથી ખાદીના માલનું વેચાણ થાય છે.2 ઓક્ટોબરને આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...