તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દરિયામાં હવામાન ખરાબ:મુન્દ્રાથી ચોખા ભરી યમન જવા નિકળેલા 4 જહાજ પરત આવ્યા !

માંડવી9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખરાબ હવામાન અને દરિયો તોફાની બનતા
  • દરિયો ખેડવા પર પ્રતિબંધ હોવાથી માલિકોને અાર્થિક ફટકો

મુન્દ્રા જૂના બંદરેથી ચોખા ભરીને યમન જતા ચાર જહાજને મધ દરિયામાં હવામાન ખરાબ થતા પરત કચ્છ ફરવાનો વારો અાવ્યો હતો. ચોંકાવનારી વાત અે છે કે 1લી જુનથી રાજ્યમાં દરિયા ખેડવા પર પ્રતિબંધ જાહેર થઇ જતા અા જહાજ માલિકોને અાર્થિક ફટકો પડ્યો છે.

માંડવીના અલીશા, ફેઝાન મોહમ્મદ, ફેજલ રબી અને જામનગરના હરિપ્રસાદ, હરિ દર્શન નામના જહાજ ચોખા ભરીને યમન જવા રવાના થયા હતા. પરંતુ જખાૈ અાગળ પાકિસ્તાનના કરાચી સામેના દરિયા પાસે પહોંચતા હવામાનમાં બદલાવ અાવતા દરિયો તોફાની બન્યો હતો. જેના પગલે યમન પહોંચવું મુશ્કેલ બન્યુ હતું. જેના પગલે અા જહાજોને પરત મુન્દ્રા અાવવું પડ્યુ હતું. જોકે ફેઝલ અલી જહાજ સાૈથી પહેલા રવાના થઇ ગયું હોવાથી તેને હવામાન વધારે અસર કરી શક્યો ન હતો. અને તે યમન પહોંચી ગયુ હતું.

બાકીના ચાર જહાજ ત્યારબાદ પરત ગયા હોવાથી ખરાબ હવામાનના લીધે પરત અાવ્યા હતા. હવે અા ચાર જહાજ માલિકોને અાર્થિક ફટકાનો સામનો કરવો પડ્યો છે. કારણ કે કચ્છમાં હાલ 1લી જૂનથી દરિયા ખેડવા પર પ્રતિબંંધ લાદવામાં અાવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...