તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:બાડા દરિયા કિનારે ચરસના 18 પેકેટ મળ્યા, 3 દિવસમાં જથ્થાનો આંક 52.50 લાખ થયો

માંડવી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જખાૈના હયાત બેટ બાદમાં ગુંદીયાળી કિનારે બે તબક્કામાં 17 પેકેટ મળ્યા હતા

જખાૈના દરિયા કિનારે હયાત બેટ પાસેથી ચરસના પેકેટ મળ્યા બાદ માંડવી તાલુકાના ગુંદીયાળી ગામે બે તબક્કામાં 17 પેકેટ મળી અાવ્યા હતા, તો હવે બાડાના દરિયા કિનારે 18 પેકેટ મળી અાવતા કુલ 35 બિનવારસુ પેકેટ ત્રણ દિવસમાં માંડવી તાલુકામાંથી મળી અાવ્યા છે. માંડવી પોલીસને 52.50 લાખનો બિનવારસુ જથ્થો ત્રણ દિવસમાં મળી અાવ્યો છે. અબડાસા અને લખપતના દરિયાઇ વિસ્તારમાંથી બિનવારસુ ચરસના પેકેટ મળી અાવ્યા બાદ દરિયાઇ મોઝામાં કરંટ વધારે હોવાથી ફસાઇ ગયેલા ચરસના પેકેટ માંડવી દરિયા કિનારે મળી અાવતા પોલીસે ચુસ્ત પેટ્રોલિંગ હાથ ધરી હતી.

શનિવારે સવારના ભાગે બાડા દરિયા કિનારે વધુ 18 પેકેટ મળી અાવ્યા હતા. ગુંદિયાળી કિનારે સાગર રક્ષક દળને પેટ્રોલિંગ વેળાઅે પ્રથમ 13 અને બીજા જ દિવસે ચાર સહિત 17 પેકેટ મળી અાવ્યા હતા, જેની કિંમત 25.50 લાખ અાંંકવામાં અાવી હતી.

બાડાના 18 પેકેટની કિંમત 27 લાખ રૂપિયા અાંકવામાં અાવી છે, અામ ત્રણ જ દિવસમાં 52.50 લાખનો ચરસનો જથ્થો બિનવારસુ દરિયા કિનારેથી મળી અાવ્યો હતો. થોડા દિવસોથી દરિયા કિનારે ડ્રગ્સ મળી અાવતા દરિયાઇ કિનારે પોલીસ પેટ્રોલિંગ વધારાઇ છે તેમજ જથ્થાને અેફઅેસઅેલમાં મુકવામાં અાવ્યો હતો. નોંધનીય છે કે, બે વર્ષ પહેલા કાઠડા દરિયા કિનારે બે પેકેટ હેરોઇનના અે.ટી.અેસ.ની ટીમે દબોચી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...