તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બજેટ:વેરામાં વધારા વિનાનું માંડવી પાલિકાનું 1.39 કરોડની પુરાંતવાળું બજેટ મંજૂર

માંડવી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • નગરને સ્લમ ફ્રી બનાવવા ઉપરાંત સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ માટે વિશેષ આયોજન કરાયું

માંડવી નગરપાલિકાનું સને 2021-22નું કુલ 33.69 કોરોડની આવક જાવક દર્શાવતું 1.39 કરોડની પુરાંત દર્શાવતું બજેટ સર્વાનુમત્તે મંજૂર કરવામાં આવ્યું હતું. જેમાં અગાઉની યોજનાઓને કાર્યરત રાખવા ઉપરાંત પાણી, ગટર આરોગ્ય બાંધકામ, સાંસ્કૃતિક તથા સામાજિક ઉત્તરદાયિત્વની કલ્યાણકારી યોજાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

માંડવી નગરપાલિકા પ્રમુખ રેખાબહેન પી. વશી દ્વારા રજૂ કરવામાં આવેલ અંદાજપત્રમાં વિકાસના કામો પેટે 15માં નાણાપંચની ગ્રાન્ટ પેટે વિવિધ યોજના, તાપી રિવર ફ્રન્ટ (ફેઝ-2) યોજના તથા સરકારી ગ્રાન્ટ, સ્વર્ણિમ જયંતી, મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના, યુડીપી 88 હેડ હેઠળની ગ્રાન્ટમાંથી સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, ઈન્ડોર સ્ટેડિયમ તથા સ્વિમિંગ પુલ અંગે મુખ્યત્વે કામો હેઠળની જોગવાઈ નક્કી કરવામાં આવી હતી. ઉપરાંત વિવેકાધિન યોજના, પાણી ગટર, રસ્તાની મરામત અંગે મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન અંગે, સીટી સીવીક સેન્ટર જેવા વિવિધ કામો અન્વયે પણ નાણાંકિય યોગવાઈ નક્કી કરવામાં આવેલ છે.

મુખ્ય મંત્રી શહેરી સડક યોજના હેઠળ રસ્તા તેમજ સ્લમ ફ્રી માંડવી નગરપાલિકા બનાવવા તથા સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ અંતર્ગત ડમ્પિંગ સાઈડનું ડેવલોપમેન્ટ નું કામ નક્કી કરવામાં આવ્યું છે. તથા નગરપાલિકા વિવિધ વિસ્તારમાં વોટર એટીએમની સુવિધા ઉપલબ્ધ કરવાનુ આયોજન કરાવમાં આવેલ હતું. આ પ્રસંગે કારોબારી અધ્યક્ષ શાલીનભાઈ શુક્લ, ઉપપ્રમુખ પ્રતિકભાઈ રબારી, અમરસિંગભાઈ ચૌધરી સહિતના કાઉન્સીલરો ઉપસ્થિત રહ્યા હતાં.

નગરની આ જુની યોજનાઓ યથવાત રાખવામાં આવી
​​​​ સ્વભંડોળ તથા જનભાગીદારીની યોજના અંતર્ગતની સુવિધાઓને કાર્યરત રાખી { ગરીબ, શ્રમિક, જરૂરિયાતમંદ પરિવારને રૂપિયા 15માં અટલ થાળી કાર્યરત રાખી. { ગત વર્ષની અંતયેષ્ઠી (મોક્ષધામ) યોજનામાં લાભાર્થી દીઠ રૂપિયા 1500ની સહાય. { દીકરી વ્હાલનો દરિયો યોજના અંતર્ગત દીકરીના જન્મ સમયે 5000ની સહાય. { 2.50 લાખની આવક મર્યાદા ધરાવતાં પરિવારને આરોગ્ય સુવિધા હેતુ પાંચ યુનિટ બ્લડ સુધીની નાણાંકીય સહાય. { નગરના દરેક પરિવારને વહીવટી સુગમતા માટેની સ્માર્ટ કાર્ડની કામગીરીનો પુનઃ આરંભ. { પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાભાર્થીઓને જરૂરી આર્થિક સહાયની યોજના કાર્યરત.

33.69 કરોડની આવક-જાવક દર્શાવતા બજેટમાં અનેક કામોનો સમાવેશ કરાયો

​​​​​​​

આવક (લાખમાં)જાવક (લાખમાં)
કરવેરો303તસામાન્ય વહીવટ ખર્ચ264
અન્ય ફી58.6કરની ઉઘરાણી26.75
ખાસ અધિનિયમની આવક47.35જાહેર સલામતી40.5
મિલકતોની આવક201.5પાણી પુરવઠા164
પરચુરણ આવક128.99ગટર વ્યવસ્થા58.5
લાયબ્રેરી અંગે0.45સામાજિક ઉત્તરદાયિત્વ
મહેસુલી ગ્રાન્ટ80.45કલ્યાણકારી ખર્ચ47
યોજનાકીય ગ્રાન્ટ1553.28રોશની ખર્ચ53.5
એડવાન્સ-અન્ય આવક115.57પરચુરણ જાવક29.253
અનામત ડિપોઝિટિ73.8જાહેર બગીચા23
સાંસ્કૃતિક54.8
જાહેર બાંધકામ144
લાયબ્રેરી વિભાગ7.25
યોજનાકીય તથા ગ્રાન્ટ188.26
દેવા વિભાગ119.39
અનામત ડિપોઝિટ57.85

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો