દરોડા:શરાબનો રેલો સીમા સમીપે પહોંચ્યો: જાડવામાંથી 77 બોટલ સાથે 1 પકડાયો

નારાયણસરોવરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દરોડામાં 2 ફરાર : નારાયણ સરોવર પોલીસે મુદામાલ કબજે કરી ત્રણે વિરૂધ ગુનો નોંધ્યો

લખપત તાલુકાના છેવાડાના જાડવા ગામેથી નારાયણ સરોવર પોલીસે બાતમીના આધારે એક શખ્સને રૂપિયા 26,950ની કિંમતની 77 નંગ શરાબની બોટલ સાથે દબોચી લીધો હતો. પ્રાપ્ત વિગતો મુજબ નારાયણ સરોવર પોલીસ સ્ટાફે બાતમીના આધારે જાડવા ગામના પચાણ જુમા રબારી (ઉ.વ.34) નામના શખ્સને તેમના કબજામાં રહેલી વિદેશી દારૂની 77 નંગ બોટલ સાથે ઝડપી લીધો હતો. જ્યારે ગુમાનસિંહ ગાભુભા સોઢા રહે બાલાસર અને આશાપર ગામે રહેતા શિવુભા સતિદાનસિંહ સોઢા નામના શખ્સો હાથ લાગ્યા ન હતા. નારાયણ પોલીસે મુદામાલ કબજે કરી આરોપીઓ વિરૂધ ગુનો નોંધીને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.

આ કામગીરી પશ્ચિમ કચ્છ પોલીસ વડા સૌરભસિંગ તથા નખત્રાણા ડીવાયએસપી વી.એન.યાદવ તેમજ નખત્રાણા સર્કલ ઇન્સ્પેકટર એ.સી.પટેલની સુચના અને માર્ગદર્શન હેઠળ નારાયણ સરોવર પોલીસ મથકના પીએસઆઇ એમ.કે.ચૌધરી તથા એ.એસ.આઇ દિપસિંહ લક્ષમણસિંહ સોઢા તથા ગૌતમભાઇ પી.રાઠોડ, ભરતભાઇ બી.ચૌધરી, જીગરભાઇ કે.ભાટીયા સહિતનો સ્ટાફ જોડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...