તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:લખપત તાલુકામાં અસમંજસ વચ્ચે નૂતન વર્ષના વધામણા

લખપત5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • દયાપરમાં પાટીદાર સમાજનું સ્નેહમિલન યોજાયું

દયાપર | લખપત તાલુકામાં અસમંજસ વચ્ચે નવા વર્ષના વધામણા સાથે ઉજવણી કરાઇ હતી અને તાલુકાના અમુક વિસ્તારમાં રવિવારે તો અમુક લોકો સોમવારે નવું વર્ષ ઉજવશે. તાલુકાના મુખ્ય મથક દયાપર, માતાના મઢ, નારાયણ સરોવર, દોલતપર, વિરાણી, મેઘપર, બરંદા સહિતના ગામોમાં રવિવારે જ નવા વર્ષની ઉજવણી કરવામાં અાવી હતી. તો વળી ઘડુલી, વર્માનગર સહિતના અમુક ગામો રવિવારે ધોક્કો હોઇ, સોમવારે નવા વર્ષની ઉજવણી કરશે. અસમંજસ વચ્ચે રવિવારે તાલુકા મથક દયાપર સહિત જયાં ઉજવણી કરાઇ હતી ત્યાં પણ લોકો મોડેમોડેથી અેકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવવા માટે નીકળ્યા હતા. દયાપર સત્યનારાયણ સમાજવાડી ખાતે પાટીદાર સમાજનું સ્નેહમિલન યોજાયું હતું, જેમાં જ્ઞાતિના ભાઇ-બહેનોઅે અેકબીજાને નૂતન વર્ષની શુભેચ્છાઅો પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો