તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બજેટ:લખપત તાલુકા પંચાયતના 24.85 કરોડના બજેટને બહાલી

લખપત17 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કારોબારી, સામાન્ય ન્યાય સમિતિના ચેરમેન પણ વરાયા

કોંગ્રેસ શાસિત લખપત તાલુકા પંચાયતની બીજી સામાન્ય સભામાં રૂા.24.85 લાખની પુરાંતવાળા બજેટ સર્વાનુમત્તે બહાલી આપવા સાથે કારોબારી ચેરમેન તેમજ સામાજિક ન્યાય સમિતિના ચેમેનની પણ વિધિવત જાહેરાત કરાઇ હતી. મહિલા પ્રમુખ જેનાબેન હસન પડયારના પ્રમુખસ્થાને યોજાયેલી બેઠકમાં વર્ષ 2021નું સુધારેલું અને 21.22 રૂા.24.84 લાખની પુરાતંવાળું આખરી બજેટને સર્વાનુમત્તે મંજૂર કરવામાં આવ્યું હતું.

જેમાં શિક્ષણ માટે 5.60 લાખ, સમાજ કલ્યાણક્ષેત્રે 3 લાખ, કુદરતી આફત 2.85 લાખ, ખેતીવાડી 1.60 લાખ, પશુપાલન માટે 3 લાખ, આરોગ્ય અને પાણી માટે બે લાખ તેમજ પંચાયત વિકાસ પ્રવૃત્તિ માટે 40 હજારની ફાળવણી કરતું બજેટને સર્વાનુમત્તે બહાલી આપવામાં આવી હતી. બાદમાં તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન તરીકે દિનેશભાઇ સથવારા તેમજ સામાન્ય ન્યાય સમિતિના ચેરમેન પદે કેસરબેન મહેશ્વરીની પણ વિધિવત જાહેરાત કરવામાં આવી હતી.

ઉપપ્રમુખ સમરતદાન ગઢવી, વિરોધપક્ષના નેતા રાજુભાઇ સરદાર તેમજ સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. તાલુકા વિકાસ અધિકારી એમ.બી. ભાલોડિયાએ પ્રારંભમાં આવકાર આપ્યો હતો. બેઠક બાદ અહીં ઉપસ્થિત કોંગી આગેવાનો અલીમામદ જત, હાસમ પડયાર, ઇબ્રાહીમ કુંભાર સહિતના લોકોએ કારોબારી ચેરમેન તેમજ સામાન્ય ન્યાય સમિતિના ચેરમેનને શુભેચ્છા પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો