ભુજ:બોરીવલીથી ભુજ આવેલી ટ્રેનમાં પાણી મુદ્દે હાલાકી

લાખોંદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બે પ્રવાસીએ રેલવે મંત્રાલયને ટ્વિટ દ્વારા ફરિયાદ કરી

શુક્રવારે બોરીવલીથી ભુજ આવેલી ટ્રેનમાં પાણી-ગંદકીના મુદ્દે રેલમંત્રાલયને પ્રવાસીઓએ ઓનલાઇન ફરિયાદ કરી હતી. ટ્રેન જયારે નીકળી ત્યારે સ્થાનિકે જ ટ્રેનમાં મુસાફરી દરમ્યાન કેટલાય લોકોએ માસ્ક ન હતા પહેર્યા તો ફરી મુસાફરી દરમ્યાન પણ સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ સામે આવેલા વીડિયોમાં જોવા મળ્યો હતો. આ વચ્ચે નીતિન મંગે અને નરેશ ભાનુશાલી નામના ટ્વિટર યુઝર્સે ટ્રેનની ગંદકી અને પાણીની હાલત વિશે રેલવે મંત્રાલયને ફરિયાદ કરી હતી,જો કે મંત્રાલયે તરત મુંબઈ સેન્ટ્રલના ડીઆરએમને આ બાબતે સૂચના આપી હતી. અંતમાં જયારે રેલમંત્રાલયે સંપર્ક નંબર માંગ્યા ત્યારે નરેશ ભાનુશાલી નામના યુઝર્સે મોકલ્યા ન હતા.

અન્ય સમાચારો પણ છે...