રોષ ભભૂક્યો:મોટા સરાડામાં પાયલોટ પ્રોજેક્ટ માટે પેચ બનાવવા ગયેલી વનવિભાગની ટીમ પર ગ્રામજનોનો હલ્લાબોલ

લાખોંદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • NGTના આદેશ બાદ અસમંજસની સ્થતિ વચ્ચે સ્થાનિકોનો રોષ ભભૂક્યો,અંતે સમાધાન
  • બીજા દિવસે તંત્ર સાથેની બેઠક બાદ પ્લોટનો મુદ્દો ઉકેલાયો ! વહીવટી તંત્રે રાહતનો દમ લીધો

ભુજ તાલુકાના બન્ની વિસ્તામાં આવેલા મોટા સરાડો ખાતે બુધવારે વનવિભાગની ટીમ જયારે પૅચિંગ વર્ક કરવા ગઈ હતી,ત્યારે સ્થાનિકોએ હલ્લાબોલ કર્યો હતો અને ઘર્ષણ ટળ્યું હતું.જો કે વિડીયો સોશ્યલ મીડિયામાં ભારે વાયરલ થયો હતો.ઘટના એમ બની હતી કે,બુધવારે સાંજના ભાગે વનવિભાગની ટીમ ઘાસિયા પ્લોટ મુદ્દે કામગીરી અર્થે જેસીબી સહિતના મશીનો લઈને ગઈ હતી,રસ્તાનો મુદ્દો અટવાયેલો હોતા સ્થાનિકોએ તેનો વિરોધ કર્યો હતો.

જો કે ટીમ એકચોટ ત્યાંથી પરત ચાલી ગઈ હતી અને લોકો પાછળ દોડતા ઘર્ષણ થતા થતા અટક્યું હતું. જો કે બાદમાં પોલીસ સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો ત્યાં સુધી વાતાવરણ શાંત થઇ ગયું હતું.આ મુદ્દો શુક્રવારે વિડીયો વાયરલ થતા ગાજ્યો હતો.

ગ્રામજનો સાથે બેઠક કરીને ૫૦ હેક્ટરના બે પ્લોટ બનાવવા નક્કી કર્યું :CCF
વનતંત્રની કામગીરીને લઈને સ્થાનિકોએ વિરોધ કર્યો હતો તેનું કારણ રસ્તો હતો.મોટા સરડો ગામના એક જૂથે આ મુદ્દે વિરોધ કર્યો હતો. બાદમાં વહીવટીતંત્ર સાથે રાખીને ગુરુવારે બેઠક કરાઈ હતી અને બાદમાં ૫૦-૫૦ હેક્ટરના બે પ્લોટ સ્થાનિકે બનાવવા નિર્ણય કરાયો છે.અને લોકોને વાત કરીને સાઈટ પણ બદલવામાં આવી છે.હાલ કામ શાંતિથી ચાલી છે,થોડા સમય માટે આ બબાલ સર્જાઈ હતી તેમ સીસીએફ અનિતા કર્ણએ જણાવ્યું હતું.

દરેક ગ્રામજનો સાથે બેઠક કર્યા બાદ જ નિર્ણય લેવાયો હતો : મામલતદાર
ભુજ મામલતદાર વી.એચ.બારહટએ આ મુદ્દે વાત કરતા કહ્યું હતું કે,જયારે કોઈ પણ પ્રકારની કામગીરી કરવાની થાય છે તે પહેલા સ્થાનિક સરપંચ,તલાટીમંત્રી,ટીડીઓ અને આરએફઓ સહિતનાઓની બેઠક મળે છે અને તેમને અવગત કર્યા બાદ જ કાર્યવાહી થાય છે.માનવતાના ધોરણે વિચારીને જ નિર્ણય લેવાય છે,સરાડોના કેસમાં પણ ચર્ચા વિચારણા કરાઈ હતી.હાલ પેચનો જે પ્રોકેટ છે તે રાજ્યસરકારનો પાયલોટ પ્રોજેક્ટ છે જે અછતના સમયમાં માલધારીઓ માટે જ મહત્વનો સાબિત થશે.બીજી વાત કે,NGTના આદેશ બાદ નોન ફોરેસ્ટ એક્ટિવિટી અને ગેરકાયદેસણ દબાણો મુદ્દે પણ તંત્ર કામગીરી કરી રહ્યું છે જેથી લોકોનો સહકાર પણ જરૂરી છે તેમ તેમણે ઉમેર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...