તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તકેદારી:સિટી સ્કેન સેન્ટરોમાં ટેસ્ટ બાદ મશીનને ફરજિયાત સેનિટાઇઝ કરવા તાકીદ

લાખોંદ8 દિવસ પહેલા
 • કૉપી લિંક
અધિકારીઓએ સિટિસ્કેન સેન્ટરોની મુલાકાત લઇ સૂચના આપી હતી. - Divya Bhaskar
અધિકારીઓએ સિટિસ્કેન સેન્ટરોની મુલાકાત લઇ સૂચના આપી હતી.
 • મનીષ ગુરવાનીએ ભુજના ચાર સેન્ટરોને લેખિતમાં આ બાબતે તાકીદ કરી

ભુજના સીટી સ્કેન સેન્ટરમાં કોરોના સંક્રમણ રોકવા મદદનીશ કલેકટર મનીષ ગુરવાની દ્વારા તાકીદ કરાઈ છે,દરેક પેશન્ટનું સીટી સ્કેન થઇ ગયા બાદ તરત તેને સૅનેટાઇઝ અને જંતુમુક્ત કરવા પણ જણાવાયું છે.ભુજના કચ્છ રેડિયોલોજી એન્ડ ઇમેજિંગ સેન્ટર,કતિરા ઇમેજિંગ સેન્ટર,નવકાર એક્સ-રે અને એમ.એમ.પી.જે હોસ્પિટલને લેખિતમાં આ મુદ્દે જાણ કરાઈ છે.મદદનીશ કલેકટર દ્વારા કરાયેલ તાકીદમુજબ,કોરોના સંક્રમણ વધતા મોટા પ્રમાણમાં કોરોના દર્દીઓ સીટી સ્કેન કરાવી રહ્યા છે.

જેથી સીટી સ્કેન સેન્ટર અને હોસ્પિટલોમાં કોરોના સંક્રમણ વધવાની શક્યતા વધુ હોતા કેટલાક નિયમોનું પાલન કરવા જણાવાયું છે.જેમાં ખાસ કરીને દરેક પેશન્ટના સીટી સ્કેન બાદ સીટી સ્કેન હોલને ડિસઇન્ફેક્ટેડ અથવા સૅનેટાઇઝ કરવાનો રહેશે.સાથે જ દર્દીઓ માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવે તે પણ મહત્વનું છે.આ મુદ્દે આદેશ કર્યા બાદ મંગળવારે જિલ્લા વહીવટીતંત્રની ટીમો દ્વારા આ સેન્ટરોમાં તપાસ પણ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો