મુશ્કેલી:ચાલુ વરસાદમાં મોખા ટોલગેટ પર ટ્રાફીકજામ

લાખોંદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અંજાર -મુન્દ્રા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલા મોખા ટોલ ગેટ પર વ્યવસ્થાના અભાવે ચાલુ વરસાદે અડધોથી એક કિલોમીટર સુધી ટ્રાફિકજામ સર્જાયો હતો.એક તરફ નાના વાહનો લાઈનમાં ઊભા હતા તો લગભગ દરેક લાઇનોમાં માત્રને માત્ર ટ્રેઇલરને જવા દેવામાં આવતા હતા. અહીંની કોન્ટ્રાકટ કંપનીના ટ્રાફિક સંકલનની વ્યવસ્થાના અભાવે લાંબોલચક ટ્રાફિકજામ સર્જાઈ ગયો હતો. મસમોટા ટોલટેક્ષ વસૂલતી ખાનગી કંપની સુવિધાના નામે મીંડું છે. અધૂરામાં પૂરું અહીં દર્શાવેલા બોર્ડમાં લાઇટની પણ વ્યવસ્થા ઉપલબ્ધ નથી. આ સ્થળે અવારનવાર ટ્રાન્સપોર્ટરોને આંદોલન કરવા પડ્યા છે.

અન્ય સમાચારો પણ છે...