તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સફાઇ અભિયાન:કુકમા પંચાયત હવે અમાસના બદલે, મહિનાના છેલ્લા રવિવારે સફાઈ કરશે

લાખોંદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • યુવાનો-ગ્રામજનોના પ્રતિસાદ સાથે સફાઈ અભિયાનમાં જોડાયા

રવિવારે કુકમા પંચાયત દ્વારા સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું અને ગામના તળાવની સફાઈ કરવામાં આવી હતી. ગ્રામપંચાયત દ્વારા છેલ્લા કેટલાક સમયથી દર અમાસના દિવસે આ સફાઈ અભિયાન કરવામાં આવતું હતું,પણ યુવાનો અને મહિલાઓના અભિપ્રાય બાદ હવેથી મહિનાના છેલ્લા રવિવારના આ સફાઈ અભિયાન યોજવામાં આવશે.જે અંતર્ગત રવિવારથી જ તેની શરૂઆત કરી અમલીકરણ કરાયું હતું.

સરપંચ કંકુબેન વણકરે જણાવ્યું કે,આ સફાઈ અભિયાનથી ગામ લોકોમાં બદલાવ આવતો જોવા મળે છે.અભિયાનમાં પંચાયતના સભ્ય અર્ચનાબેન, બિનિતાબેન, દેવજીભઈ, અરવિંદભાઈ, દર્પણભાઇ, કલ્પેશભાઈ,આહીર સમાજના મહિલા પ્રમુખ કંકુબેન પંચાયતના કર્મચારીઓ સહિત ગામના ૫૦ જેટલા યુવાનો ભાઈઓ એને બહેનો જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો