તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhuj
 • Lakhond
 • The Forest Department Will Also Take Action Against The Owner Of The Farm, If The Laborer In The Farm Commits Crimes Related To Those Wild Animals ...

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:વનવિભાગ વાડીના માલિક પર પણ કાર્યવાહી કરશે, વાડીમાં મજૂર તે વન્યપ્રાણીઓ સંબંધિત ગુન્હો આચરશે તો...

લાખોંદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • લાલામાં વાડીના મજૂરોએ ચંદન ઘોની હત્યા કરતા વનવિભાગનું કડક વલણ

અબડાસા તાલુકાના લાલા નજીક ચંદન ઘો ની હત્યાનો બનાવ સામે આવ્યા બાદ વનવિભાગે હવે કડક વલણ અપનાવ્યું છે,વાડીએ મજૂર રાખ્યા હશે અને તે વન્યજીવો સંબંધિત ગુન્હો આચરશે તો વાડીના માલિક પર પણ વનવિભાગ કાર્યવાહી કરશે.ઉલ્લેખનીય બાબત છે કે,શુક્રવારે મજૂરીકામ કરતા મૂળ મધ્યપ્રદેશના બે આરોપીઓને પશ્ચિમ કચ્છ વનવિભાગે ધરપકડ કરીને ઝડપી લીધા હતા.આ મુદ્દે પશ્ચિમ કચ્છના ડીસીએફ ડો તુષાર પટેલે જણાવ્યું કે,વાડીના માલિકો પર પણ હવે કાર્યવાહી હાથ ધરવામાં આવશે.કારણ કે

,ત્યાં કામે રાખેલા મજૂરો જ જો આ પ્રકારે વન્યજીવ સંબંધિત ગુન્હા આચરશે અને વાડીમાં શિકાર સહિતની પ્રવૃતિઓ ધ્યાને આવતા તંત્ર હવે કડક હાથે પગલાં લેશે અને કોઈને છોડવામાં નહિ આવે.ત્યારે સ્થાનિકે આવા મજૂરો પર નિયંત્રણ રાખવા પણ સૂચના આપી દેવાઈ હતી. નોંધનીય છે કે, કચ્છમાં અન્ય જંગલી જાનવરોની સાથે રાષ્ટ્રીય પક્ષી મોરના પણ અવારનવાર શિકારના બનાવો બહાર આવતાં હોય છે, જેને આ શિકારીઓને પકડવામાં અનેક બનાવોમાં હજુ સફળતા મળી નથી, તેથી વનવિભાગને કડક બનવું જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો