અકસ્માત:માધાપરમાં છોડાયેલા અધૂરા કામ થકી અકસ્માત સર્જાયો

લાખોંદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

માધાપર નજીક છેલ્લા કેટલા સમયથી રોડ ઉપર પાણીની લાઈનની સમસ્યા હતી જ્યાં ખાડો પડી ગયો હતો,તાજેતરમાં ત્યાં ભુજ નગરપાલિકાએ પાણીની લાઇનનું કામ કરીને ખાડો એમ જ મૂકી દીધો હતો.સોમવારે સાંજે ત્યાં અકસ્માત સર્જાયો હતો.મહિલાને ઈજાઓ પહોંચી હતી.સ્થાનિક લોકો દ્વારા 108 ને ફોન કરીને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.જો આ રોડ ને તાત્કાલિક રીપર નહીં કરવામાં તો ચક્કાજામ કરવામાં આવશે તેમ કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ માઇનોરેટી ડિપાર્ટમેન્ટના વાઈસ ચેરમેન હનીફ સમાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...