શ્રદ્ધાંજલિ:પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્યામજી કૃષ્ણવર્માને શ્રદ્ધાંજલિ પાઠવી ; 2003ની યાદો તાજી કરી

લાખોંદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તેમના અસ્થિઓ પરત લાવવા બદલ મોદીએ ખુદને ભાગ્યશાળી ગણાવ્યા

પંડિત શ્યામજી કૃષ્ણવર્માને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમની જન્મજયંતીએ યાદ કરીને શ્રધ્ધાંજલી પાઠવી હતી,સાથે કે વર્ષ ૨૦૦૩માં અસ્થિઓ લાવ્યા તે ફોટો ટ્વિટ કરી એ ક્ષણો યાદ કરી હતી. પી.એમ મોદીએ ટ્વીટ કરતા લખ્યું કે,”મહાન ક્રાંતિકારી અને સ્વતંત્રતા સેનાની શ્યામજી કૃષ્ણવર્માને તેમની જયંતિ પર શ્રદ્ધાંજલિ.ગુલામીથી દેશને મુક્ત કરવા માટે તેમણે પોતાનું જીવન સમર્પિત કર્યું.આ લડાઈમાં રાષ્ટ્ર તેમના યોગદાન ક્યારેય નહીં ભૂલે’.

આ સાથે જ પીએમ મોદીએ જૂની યાદો તાજી કરતી તસવીરો પણ શેર કરી હતી અને લખ્યું હતું કે,શ્યામજી કૃષ્ણ વર્માના અસ્થિઓ વર્ષ ૨૦૦૩માં સ્વિટ્ઝર્લેન્ડથી પાછા લાવી શક્યો તે માટે ખુદને ભાગ્યશાળી સમજુ છું સાથે જ તેમનું સર્ટિફિકેટ પણ હું વર્ષ 2015ની યુકેની મુલાકાત દરમ્યાન લાવ્યો હતો.યુવા ભારત તેમની હિંમત અને મહાનતા વિષે જાણે તે ખૂબ જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...