તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકારી:લોકોએ ખાડામાં વૃક્ષારોપણ કર્યું, ને હવે મુખ્ય રસ્તો બંધ કર્યો...પણ પંચાયત જ અજાણ !

લાખોંદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
કંટાળીને લોકોએ આવી રીતે એક બાજુનો ભુજ આવતો રસ્તો બંધ કર્યો - Divya Bhaskar
કંટાળીને લોકોએ આવી રીતે એક બાજુનો ભુજ આવતો રસ્તો બંધ કર્યો
  • રોડના મુદ્દે માધાપર જુનાવાસ ગ્રામપંચાયતને અઠવાડિયા પહેલા અરજી કરી હતી
  • પાણીની લાઈન તૂટવાથી ભુજ આવતા રસ્તાની હાલત ચીથરે હાલ થઇ,જવાબદારીમાં ફેંકાફેંક
અગાઉ વિરોધ નોંધાવવા રહેવાશીઓએ ખાડામાં વૃક્ષારોપણ કર્યું હતું
અગાઉ વિરોધ નોંધાવવા રહેવાશીઓએ ખાડામાં વૃક્ષારોપણ કર્યું હતું

પ્રોકસી પોલિટિક્સનો ઉત્તમ નમૂનો માધાપરની જુનાવાસ ગ્રામપંચાયત પૂરો પાડી રહી છે.જેમાં સ્થાનિક લોકો સમસ્યા મુદ્દે રજૂઆત કરી કરીને થાકી ગયા છે,ખાડામાં વૃક્ષારોપણ કરીને ગ્રામપંચાયતને જગાવવા પ્રયત્ન કર્યો અને અંતે ભુજ-ભચાઉ ધોરીમાર્ગ પર ભુજ તરફ જતો રસ્તો બંધ પણ કરી દેવાયો પણ સમગ્ર મુદ્દે સરપંચ હજુ અજાણ છે.માધાપર ગ્રામપંચાયતને નાગરિકોએ આ મુદ્દે અનેકવાર મૌખિક રજૂઆતો કર્યા બાદ લેખિતમાં પણ રજૂઆત કરાઈ છે,પણ અંતે નિરાકરણ ન આવતા સ્થાનિકોએ કંટાળીને શનિવારે આ રસ્તો જ બંધ કરી દીધો હતો.

આ મુદ્દે હનીફ સમાએ જણાવ્યું કે,વારંવારની મૌખિક રજૂઆત છતાં માધાપર જુનાવાસ ગ્રામપચાયત વિસ્તારમાં માધાપર પોલીસ ચોકીથી થોડેક આગળ જઈને નળસર્કલ બાજુ જતા પાણીની લાઇન ટૂટી ગઈ હોવાથી રસ્તો તૂટ્યો છે અને જેથી કરીને અકસ્માતની ભીતિ સર્જાઈ છે.રોડ પર વહેતુ પાણી આજુબાજુની સોસાયટીમાં જતું હોવાથી રોગચાળો થવાની ભીતિ દર્શાવાઈ છે.હનીફ સમા અને રમણીક ગરવાએ આ પાણીની લાઈનની જગ્યાએ વૃક્ષારોપણ કર્યું હતું.જો કે હવે આ રસ્તો જ સ્થાનિકોએ બંધ કરી દીધો છે અને સોમવારે અહીં ધરણા કરવામાં આવશે.

પાણીની લાઈન ગ્રામપંચાયતની નથી,અરજીનો જવાબ હવે આપશું : તલાટી
માધાપર જુનાવાસ ગ્રામપંચાયતના તલાટી બકુલ પવરાએ કહ્યું કે,આ મુદ્દે અરજી મળી છે જો કે અમે તપાસ કરતા તે ગ્રામપંચાયત,નગરપાલિકા કે અન્ય લાઈન નથી. કોઈ નખત્રાણાની લાઈન છે જેની તપાસ ચાલુ છે.જો કે રસ્તો બંધ થવા અંગે તેમને અજાણતા દર્શાવી હતી.

મને આ મુદ્દે કાંઈ જ ખબર નથી : સરપંચ
માધાપર જુનાવાસ ગ્રામપંચાયતના સરપંચ પ્રેમિલાબેન ચાડને ભાસ્કરએ પાણીની લાઈનની સમસ્યાનો જૂનો મુદ્દો અને તેના લીધે થયેલા રસ્તા બંધ મુદ્દે પ્રશ્ન કરતા તેમને તદ્દન અજાણતા દર્શાવી હતી. મને ખબર નથી તેમ કહ્યું હતું.સ્વાભાવિક બાબત છે ,કે જો લેખિતમાં અરજી હોય અને ગામ નજીકથી ગામની સમસ્યાના કારણે જો રાજ્યધોરીમાર્ગનો ચોક્કસ ભાગ બંધ કરવો પડે અને સરપંચ અજાણ હોય તો હદ્દ કહેવાય !

અન્ય સમાચારો પણ છે...