તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઠગાઈ:ગાંધીધામમાં રેપિડ ટેસ્ટના બહાને લેબ સાથે દોઢ લાખની ઓનલાઇન ઠગાઈ

લાખોંદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનામાં સીમા સુરક્ષા દળના નામનો ખોટો ઉપયોગ કરી રચ્યું તરકટ
  • લેબોરેટરીના કર્મચારીને બીએસએફની ઓળખ આપીને ઓનલાઇન પેમેન્ટ એડ્વાન્સના નામે છેતર્યો

કોરોનાના કપરા કાળમાં ઓનલાઈન છેતરપિંડી કરનારાઓ સક્રિય જ છે અને તાજેતરમાં ગાંધીધામના એક પેથોલોજીસ્ટ તબીબ સાથે બી.એસ.એફ.ના જવાનોને કોરોનાને લગતા ટેસ્ટ કરાવવાના નામે ગઠિયાએ ટેલિફોનિક સંપર્ક સાધીને અંદાજે દોઢ લાખ જેટલી મોટી રકમ બેન્કના ખાતામાંથી ઉપાડી લઈને ઠગાઈ કરી હતી.

તબીબી આલમ સાથે કોરોનાના અને બી.એસ.એફ.ના નામે કરવામાં આવી રહેલી આ છેતરપિંડી અંગે ગાંધીધામના ડૉ. હિતેશ અનડકટે જણાવ્યું હતું કે,કોઈ હરામખોરે ક્યાંકથી પેથોલોજી લેબવાળાઓના નંબર લઈને આ ગોરખધંધો શરૂ કર્યો છે.આ અંગેના બનાવમાં તેમના એક કર્મચારીને ભોગ બનવું પડ્યું છે.આ બનાવની વિગત એવી છે કે ગત તા14/5 ના રાત્રે ડૉ. હિતેશ અનડકટના કર્મચારી હસમુખ બારોટને 8059835683 નંબર પરથી કોઈ શ્રીકાંતના નામે એક ફોન આવ્યો હતો.ફોન કરનાર પોતે બીએસએફમા છે એવું કહ્યું અને સીમા સુરક્ષા દળના અમુક જવાનોનું રેપિડ એન્ટિજન ટેસ્ટ કરાવવું છે,એમ કહીને આધાર કાર્ડ માંગ્યું હતું અને જે ગેટ પાસ બનાવવા માટે જરૂરી ગણાવ્યો હતો.

આ ઉપરાંત આ કામ પેટે એડવાન્સ પેમેન્ટ પણ કરવાનું હોવાથી તમારો ગૂગલ પે નંબર પણ આપો તેમ જણાવી અને અંતે હસમુખભાઈના આઈડીબીઆઈ બેંકના ખાતામાંથી તા,14 ના રાત્રે અને તા.15 ના સવારે પાંચ ટુકડામાં રૂ.1,49,997 ઉપડી ગયા હતા.આ બનાવની સાયબર સેલમા ફરિયાદ પણ કરવામાં આવી છે.

પાંચ પ્રયાસમાં રૂપિયા ઉપાડી લીધા
પોલીસના સાયબર સેલને કરાયેલી અરજી મુજબ હસમુખભાઇના બેંક ખાતામાંથી 5 વખત રકમ ડેબિટ થઈ. જે મુજબ તા. 14/5 ના રાત્રે 8.19 વાગ્યે 15000, 8.26 વાગ્યે 29999, 8.29 વાગ્યે 49999, તા, 15/5 ના સવારે 6.42 વાગ્યે 5000 અને 9.10 વાગ્યે 49999 મળીને કુલ રૂ. 1,49,997 હરામખોરોએ ઉપાડી લીધા હતા.

કચ્છ સાથે રાજ્ય-દેશભરમાં આવી છેતરપિંડી
ડૉ.અનડકટના જણાવ્યા મુજબ સમગ્ર રાજ્યમાં અને દેશમાં પેથોલોજી લેબવાળા સાથે આવી છેતરપિંડી થઈ રહી છે.કોઈએ લેબના નંબરો મેળવી લીધા છે અને કોરોનાને લગતા મેડિકલ ટેસ્ટ જવાનોને કરાવવાના હોવાનું કહીને વિશ્વાસમાં લે છે અને દેશની રક્ષા કરતાં જવાનોની વાત આવતી હોવાથી તબીબો પણ વિશ્વાસ મૂકે કહી અને પછી છેતરાઈ જાય છે. ગુજરાતમાં જ આવા ચાર કિસ્સા બન્યા હોવાનું તેમણે ઉમેર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...