તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુ :ખદ:હવે સમંડામાં પવનચક્કીની વીજ લાઈને ઢેલનો જીવ લીધો

લાખોંદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
ઢેલના મોત બાદ મૃતદેહની અંતિમ વિધિ કરવામાં આવ હતી. - Divya Bhaskar
ઢેલના મોત બાદ મૃતદેહની અંતિમ વિધિ કરવામાં આવ હતી.
  • ચાર મહિનામાં એક ગામમાં છ મોરનો ભોગ લેવાયો
  • અબડાસા અને નખત્રાણામાં પવનચક્કીઓ વન્યજીવો માટે યમદૂત

અબડાસાના સમંડામાં છેલ્લા ચાર મહિનામાં છ રાષ્ટ્રીય પક્ષીઓનો પવનચક્કીની વીજલાઈનો ભોગ લઈ ચૂકી છે,ત્યારે શનિવારે ફરી એક ઢેલનો જીવ વીજપોલમાં શોક લાગવાના કારણે ગયો હતો. નલિયા ઉત્તર રેન્જ ફોરેસ્ટ ઓફિસર જે પી ચાવડાએ જણાવ્યું કે,સુઝલોન પવનચક્કીની વીજલાઇનમાં શોક લાગવાથી ઢેલનું મોત થયું હતું.મૃતદેહનું પોસ્ટમોર્ટમ કર્યા બાદ તેના અગ્નિસંસ્કાર કરાયા હતા.તપાસમાં ફોરેસ્ટર મુકેશ જોશી સહિતનો સ્ટાફ જોડાયો હતો.આ અગાઉ ઓક્ટોબરમાં એક અને ઓગસ્ટમાં ચાર મોર-ઢેલના જીવ પવનચક્કીના કારણે ગયા હતા.હજુ બાંડિયામાં મોરના મોત,મુરૃમાં બગલો અને નિરોણામાં સ્નેક ઇગલના મોતના સમાચારની શાહી સૂકાય તે પહેલા જ સમંડામાં પણ વધુ એક ઢેલ કાયમ માટે પવનચક્કીઓ પાપે ચીર નિંદ્રામાં પોઢી ગઈ હતી.અબડાસા અને નખત્રાણા તાલુકામાં દિનબદિન વન્યજીવોના મોત વન્યજીવ પ્રેમીઓના કાળજા કંપાવી જાય છે.

અન્ય સમાચારો પણ છે...