રાજ્યસભામાં સોમવારે વન અને પર્યાવરણ મંત્રાલયે રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલના પ્રશ્નના ઉત્તરમાં દાયકો કાઢી નાખ્યો હતો.બન્યું એમ હતું કે હિન્દીમાં જાહેર કરાયેલા જવાબમાં વર્ષ 2010 અને અંગ્રેજીનાં જવાબમાં વર્ષ 2020નો ઉલ્લેખ કરાયો હતો.
શક્તિસિંહનો પ્રશ્ન હતો કે,કચ્છમાં કેટલા અભ્યારણ્ય કે નેશનલ પાર્ક છે,પ્રાણી અને પક્ષીઓની કેટલી પ્રજાતિ છે અને તેનું સંવર્ધન કઈ રીતે કરાય છે.સાથે જ અહીંના ત્રણ વર્ષના વસ્તીગણતરીના આંકડા માંગ્યા હતા.વન અને પર્યાવરણ મંત્રાલયે જવા આપતા કચ્છના અભ્યારણ્યનો મુદ્દો જણાવો હતો અને કહ્યું હતું કે,અહીં વરુ,હેણોત્રો,ચિંકારા,ઘોરાડ,ઘુડખર અને રણ લોમડી સહિતનાનું સંવર્ધન થાય છે.પછીના મુદ્દામાં મંત્રાલયે 'દાયકો' બદલાવી નાખ્યો હતો.
હિન્દીમાં પ્રસારિત જવાબમાં જણાવ્યું હતું કે,ત્રણ અભ્યારણ્યમાં છેલ્લા ત્રણ વર્ષમાં વસ્તીગણતરી નથી થઇ જો કે ઘુડખર અભયારણ્યમાં 2020ની વસ્તીના આંકડા અનુસાર 6082 ઘુડખર હોવાનું જણાવ્યું હતું.જેના હિન્દીના જવાબમાં આ વર્ષ 2010 દર્શાવાયું હતું.આમ સામાન્ય ભૂલ છે,પણ રાજ્યસભામાં જયારે ચોક્કસ વર્ષનો આંકડાકીય જવાબ માંગવામાં આવ્યો હોય ત્યારે આ ગંભીર ભૂલ કહી શકાય !
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.