તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વન્ય જીવોની હત્યા:છારીઢંઢ પાસે કુંજનો શિકાર : વન વિભાગને જોઇ શિકારી ભાગ્યા ને પટકાયા

લાખોંદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
પીછો કરતા ઈજા પોહચી છે - Divya Bhaskar
પીછો કરતા ઈજા પોહચી છે
 • નિરોણા પોલીસ મથકે બંને સામે ફોજદારી નોંધાવવા તજવીજ હાથ ધરાઇ
 • શિકાર કરી પરત ફરતી વખતે વન વિભાગે પકડયા
 • એક બાઇક, કુંજ, બંદુક અને 24 જીવતા કારતુસ મળી આવ્યા

નખત્રાણાના છારી ઢંઢ વિસ્તારમાં વહેલી સવારે શિકાર કરી પરત ફરી રહેલા ભુજના બે બાઇક સવારો વન વિભાગની ગાડી જોઇ નાસવા જતા પટકાયા હતા અને ઇજા પહોંચી હતી. વન વિભાગની ટીમે બાઇક, એક બંદુક, 24 જીવતા કારતુસ અને શિકાર થયેલી કુંજ કબજે કરી નિરોણા પોલીસ મથકે ફોજદારી નોંધાવવા તજવીજ હાથ ધરી છે. વનવિભાગને છારીઢંઢ વિસ્તારમાં શિકારની ચોકક્કસ બાતમી મળી હતી, જે મુદ્દે નખત્રાણા રેન્જ ફોરેસ્ટ ઓફિસર યુ આર મોરીએ સટાફ સાથે તપાસ આદરી હતી. વંગથી ઢંઢ તરફ જતા રસ્તે કાળા કલરની પલ્સરથી બે શિકારીઓ જાવેદ કાસમ ગગડા અને એજાજ બશીર મોહમ્મદ વનવિભાગની ગાડી જોઈ બાઈક પૂરજોશમાં દોડાવી મૂકી હતી. તે દરમ્યાન તેઓ પડી જતા તેમને ઈજાઓ પહોંચી હતી.

ઇજાગ્રસ્ત શિકારી
ઇજાગ્રસ્ત શિકારી
ઇજાગ્રસ્ત શિકારી
ઇજાગ્રસ્ત શિકારી
શિકાર માટે ઉપયોગમાં લેવાયેલી બંદૂક, છરી અને 24 જીવતા કારતૂસ સહિત પકડી પાડ્યા.
શિકાર માટે ઉપયોગમાં લેવાયેલી બંદૂક, છરી અને 24 જીવતા કારતૂસ સહિત પકડી પાડ્યા.

વનવિભાગે તેમને કુંજનો મૃતદેહ, શિકાર માટે ઉપયોગમાં લેવાયેલી બંદૂક, છરી અને 24 જીવતા કારતૂસ સહિત પકડી પાડ્યા હતા. આર.એફ.ઓ યુ આર મોરીએ જણાવ્યું કે, વનવિભાગે વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 હેઠળ બંને સામે ફર્સ્ટ ઓફેન્સ રિપોર્ટ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે નિરોણા પોલીસ મથકના ડી. એ. ઝાલા સાથે વાત કરતા તેમણે કહ્યું કે, વન વિભાગને શિકાર કરી પરત ફરી રહેલા બે યુવક પાસેથી બંદુક, કારતુસ અને કુંજ મળી આવી છે, તેઓ પોતાની સાધનિક કાગળોની પ્રક્રિયા પુર્ણ કરી ફોજદારી નોંધવા રિપોર્ટ કરશે તે બાદ બંને સામે કાયદાકીય જોગવાઇ મુજબ ગુનો દાખલ કરવામાં આવશે.

વન વિભાગની ટીમે ગાડી ચડાવી ઇજા પહોંચાડયાનો આક્ષેપ
ભુજના બે યુવકો શિકાર કરી પરત ફરી રહ્યા હતા ત્યારે ફોરેસ્ટ વિભાગની ટીમે તેમને જોઇ લીધી હતી. બંને યુવકો બાઇકથી ભાગી રહ્યા હતા ત્યારે ફોરેસ્ટ વિભાગની બોલેરો કેમ્પર તેમના પર ચઢાવી દેવાઇ હોવાનો આક્ષેપ હોસ્પિટલમાં ઇજાગ્રસ્ત શિકારીઓએ માધ્યમો સમક્ષ કર્યો હતો. એક શખ્સને પગમાં તેમજ કમરમાં ફેકચર થયો છે તો બીજાને હાથમાં ફેકચર સહિતની ઇજાઓ પહોંચી હોવાથી સારવાર માટે ભુજની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જોકે, મોડી રાત્રિ સુધી આ અંગે કોઇ સત્તાવાર જાણવા જોગ કે ફરિયાદ પોલીસ મથકે ચડી ન હતી. તેથી આ ઇજાગ્રસ્તોના દાવા સાચા છે કે, ખોટા તે જાણી શકાયું નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો