સમસ્યા:માધાપરમાં મેડીકલ વેસ્ટનો કચરો ચાવી રહી છે ગૌમાતા

લાખોંદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વથાણ ચોકમાં ડોકટરોના હાથ મોજા, સીરીંજ સહિતનો કચરો ઠલવાય છે

ભુજ તાલુકાના માધાપર ગામે ગૌરક્ષણની સામે વથાણ ચોકમાં પંચાયત દ્વારા મોટી મોટી કચરા પેટીઓ મુકાઇ હોવા છતાં બે ડગલાં ચાલવામાં આળસ કરતા આજુબાજુના દુકાનદારો અને રહેવાસીઓ દ્વારા બધો કચરો બહાર ફેંકી દેવાય છે. મેડીકલ વેસ્ટના પદ્ધતિસરના નિકાલના ખર્ચથી બચવા આજુબાજુના દવાખાનાના ડોકટરો પણ હાથ મોજા, સીરીંજ, ઇંજેક્શન અને કોટન સહિતનો મેડીકલ વેસ્ટ પણ અહીં ઠાલવે છે, જે બિલકુલ ગેરકાયદેસર છે. જો આવી વસ્તુ ગાયના મોઢાં અને પેટમાં જાય તો એમની શું હાલત થાય એની ચિંતા સાથે ગામના નિલકંઠ ગૌસેવા યુવક મંડળના સેવાભાવી યુવાનો દ્વારા આ બાબતની પંચાયતને જાણ કરાતાં રીતસર પોલીસને બોલાવીને આ બનાવનું પંચનામું કરીને આવા બેજવાબદાર ડોકટરોને શોધવાની કામગીરી હાથ ધરાઇ છે. દાતાઓ દ્વારા ગાયોની સેવા માટે વથાણ ચોકમાં નિયમિત લીલા ચારાનું નિરણ અપાતું હોય ત્યારે શિક્ષિત કહેવાતા ડોક્ટરોનાં આવાં સ્વાર્થી કૃત્યને લોકો ગુસ્સા સાથે વખોડી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...