સાંતલપુર રોઝુ વિસ્તારમાં શનિ-રવિવારે મળેલા ત્રણ મૃતદેહ અને કંકાલ બાદ વધુ ચાર કંકાલ મંગળવારે મળી આવ્યા હતા.રોઝુ નજીકના રેવેન્યૂ વિસ્તારમાં મળી આવતા વનવિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ હતી.
પાટણ વનવિભાગના ડીસીએફ બી.એમ પટેલે જણાવ્યું કે,વધુ ચાર કંકાલ મળી આવ્યા છે.જે સંભવત પંદરેક દિવસ પહેલા મૃત્યુ પામ્યા હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે. જો કે અગાઉની જેમ હાલ પણ તેનું પોસ્ટમોર્ટમ શક્ય બન્યું ન હતું.જેની આગળની કાર્યવાહીમાં ત્રણ ઘુડખરની પ્રક્રિયા સાંતલપુર નોર્મલ રેન્જ અને એકની ધ્રાંગધ્રા ઘુડખર અભ્યારણ્ય ડિવિઝન દ્વારા બુધવારે હાથ ધરાઈ હતી.
નોંધનીય બાબત છે કે,નિર્જલીકરણના લીધે આ મોત નિપજ્યા હોવા કરતા ઝેરી ખોરાકની અસર હોવાનું કારણ વધુ મજબૂત છે કારણ કે,એક જ વિસ્તારમાંથી પાંચ દિવસમાં સાત ઘુડખર મૃતદેહ અને કંકાલ મળી આવ્યા છે. સાંતલપુરના વાઇલ્ડલાઇફ એક્ટિવિસ્ટ કનૈયાલાલ રાજગોરે જણાવ્યું કે,૨૦૧૮માં આ વિસ્તારમાં ૧૦૦૦૦ એકર જમીનમાં ભૂ-માફિયાઓએ કબ્જો કરી લીધો છે,જેથી કેટલાક ખેડૂતો પ્રાણીઓ મારવાની દવા પણ નાખે છે અને તેના લીધે ન માત્ર ઘુડખર પણ અન્ય વન્યજીવોને પણ નુકસાન પહોંચી રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.