તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઘોરાડ અભી ઝિંદા હૈ !:ભાનાડા પ્લોટમાં ચાર ઘોરાડ જોવા મળ્યા

લાખોંદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યસભામાં વનમંત્રાલયે કહ્યું હતું,અભ્યારણ્યમાં એક પણ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ નથી,પણ બહાર તો છે ને !
  • અબડાસાના ધારાસભ્યને જાણ થતા તેઓ ખુદ ઘોરાડ જોવા પહોંચી ગયા : નર ઘોરાડ માટે મુખ્યમંત્રીને કરશે રજૂઆત

વૈશ્વિકસ્તરે ભયગ્રસ્ત સ્થિતિમાં મુકાયેલું દુર્લભ પક્ષી ઘોરાડ અને તેના કચ્છમાં અસ્તિત્વને લઈને કેટલાય પ્રશ્નાર્થ સર્જાયા છે.આ વચ્ચે સોમવારે અબડાસાના ધારાસભ્ય આ વિસ્તારમાં મુલાકાતે ગયા તો આશ્ચર્ય વચ્ચે તેમને ચાર ઘોરાડ જોવા મળ્યા હતા.

અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ ભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું હતું કે,સોમવારે વહેલી સવારે ૬ વાગ્યે મને ફોન આવ્યો હતો કે આ વિસ્તારમાં ઘોરાડ જોવા મળ્યા છે. તાત્કાલિક હું વનવિભાગના અધિકારીઓ અને સ્થાનિકો સાથે ત્યાં દોડી ગયો હતો અને આશ્ચર્ય વચ્ચે ૪ ઘોરાડ પક્ષી એક સાથે જોવા મળ્યા હતા,જે આ સ્થિતિમાં દુર્લભ છે.વધુમાં પ્રદ્યુમનસિંહ જાડેજાએ કહ્યું કે,હું આ મુદ્દે મુખ્યમંત્રીને રજૂઆત કરીને નર ઘોરાડ કચ્છમાં લાવવા તમામ પ્રયત્ન કરીશ. કારણ કે,એકચોટ મને પણ એમ હતું કે કચ્છમાં ઘોરાડ નથી બચ્યા. પણ રૂબરૂ ચાર જોયા બાદ એ બાબતની પણ ખાતરી થઇ કે આનાથી વધુ ઘોરાડ પણ કચ્છમાં વસી રહ્યા છે.

પશ્ચિમ કચ્છ વનવિભાગના નાયબ વનસંરક્ષક ડો.તુષાર પટેલે ભાસ્કરથી વાત કરતા જણાવ્યું કે,વનતંત્રના અથાગ પ્રયત્નોથી હાલ ઘોરાડનું નિર્વસનતંત્ર અને તેને સંલગ્ન કડીઓનું સંરક્ષણ થયું છે તેનું પરિણામ છે કે ઘોરાડનું અસ્તિત્વ અહીં ટકી રહ્યું છે.ઉલ્લેખનીય બાબત છે કે રાજસ્થાનને બાદ કરતા દેશભરમાં માત્ર કચ્છમાં જ ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ એટલે કે ઘોરાડ પક્ષી જોવા મળી રહ્યા છે.

કેન્દ્રીય વન મંત્રાલયે કહ્યું હતું ઘોરાડ નથી, ભાસ્કરે 20 જુલાઈના દાવો કર્યો હતો કે છે !
રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે વન અને પર્યાવરણ મંત્રાલયને તાજેતરમાં પૂછ્યું હતું કે,કચ્છ ઘોરાડ અભયારણ્યમાં ૧ જાન્યુઆરીની સ્થિતે કેટલા ઘોરાડ છે?.આ મુદ્દે પર્યાવરણ,વન અને પર્યાવરણના મિનિસ્ટર ઓફ સ્ટેટ અશ્વિની કુમાર ચોબેએ ઉત્તર આપતા લેખિતમાં જણાવ્યું કે,રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ કચ્છ ઘોરાડ અભ્યારણ્યમાં ૧ જાન્યુઆરી ૨૦૨૧ની સ્થિતિએ એક પણ ઘોરાડ નથી.

જો કે ભાસ્કરે દાવો કર્યો હતો કે,IUCN બસ્ટર્ડ સ્પેશિયાલિસ્ટ ગ્રુપના મેમ્બરએ ગત ૯ જુલાઈના એકથી વધારે ઘોરાડ તેમને અભ્યારણ્ય નજીક જોયા છે.જે વાત ફરીથી સોમવારે પી.એમ જાડેજાની મુલાકાતમાં દેખાયેલા ચાર ઘોરાડથી સાબિત થઇ હતી.નોંધનીય બાબત છે કે,ઘોરાડ અભયારણ્યમાં નથી એ વાત સાચી,કારણ કે એ વિસ્તાર જ બે કિલોમીટરનો છે.પણ બહાર તો મોટો વિસ્તાર ઘોરાડના સામ્રાજ્ય સમો છે !

અન્ય સમાચારો પણ છે...