તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કચ્છમાં પહેલીવાર મગરનો સ્ટેટ્સ સર્વે યોજાશે,જેથી જિલ્લાના જળાશયોમાં મગરની હાજરી અને સંખ્યાનો આંકડો સામે આવશે.આ અગાઉ ૨૫ વર્ષ પહેલા રાજ્યમાં મગરની વસ્તીગણતરી યોજાઈ હતી જેમાં કચ્છમાં ૯૬ મગર હોવાનો આંકડો ૧૯૯૫માં સામે આવ્યો હતો.જો કે જિલ્લા સ્તરે સ્વતંત્ર સર્વે પહેલીવાર સંસ્થા સાથે વનવિભાગ આયોજિત કરી રહ્યું છે. પ. કચ્છ વનવિભાગના ડીસીએફ ડો તુષાર પટેલે જણાવ્યું કે, કયા ક્લસ્ટરમાં મગરની કેટલી વસ્તી છે,એ બાબત સ્પષ્ટ થશે.
રવિવારે મહિમ પાંધી ફાઉન્ડેશન,ગાઈડ અને પશ્ચિમ કચ્છ વનવિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાનારા આ સ્ટેટ્સ સર્વેની પૂર્વ તૈયારીના ભાગરૂપે વોલ્યુન્ટર તાલીમ કાર્યશાળા યોજાઈ હતી. ખાસ કરીને ભુજ અને નખત્રાણા ક્લસ્ટરમાં મગરની મોટી હાજરી નોંધાયેલી છે. ડીસીએફ ડો તુષાર પટેલ, આરએફઓ વિજયસિંહ ઝાલા, ગાઈડના ડાયરેક્ટર ડો.વી.વિજયકુમાર,મહિમ પાંધી વાઈલ્ડ લાઈફ ફાઉન્ડેશનના દક્ષ પાંધી, વાઇલ્ડલાઇફ વોર્ડન અખિલેશ અંતાણી સહિતના હાજર રહ્યા હતા.
મગરનું માલધારીઓ સાથે સહઅસ્તિત્વ
ભુજ અને નખત્રાણા ગામની નદી,ડેમ કે જળાશયોમાં અનેકવાર મગર જોવા મળ્યા છે અને લોકો તરત જ તેને પકડવાની માંગ કરતા હોય છે. આ સર્વેમાં આવા હેબીટાટની પણ ઓળખ કરી તેના પર કાર્ય કરાશે.જો કે કચ્છના મગરનું જિલ્લામાં માલધારી અને વગડામાં વસતા લોકો સાથે શાંતિપ્રિય સહઅસ્તિત્વ છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.