તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ગુલાબી ધોમડાના કેસમાં ગુન્હાહિત પાંચ આરોપીઓને રણવિસ્તારમાં ડીસીએફની હાજરીમાં રિક્રિયેશન કરાવાયું

લાખોંદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બે આરોપીઓને રવિવારે મોડેકથી પકડી નિવેદન નોંધાયા

રણ વિસ્તારમાં કોન્ટ્રાકરના માણસો દ્વારા ગુલાબી ઘોમડાના ઈંડાને નુકસાન પહોંચાડવાના કેસમાં નાયબ વનસંરક્ષકની હાજરીમાં ત્રણ આરોપીઓને રિક્રિયેશન કરાવાયું હતું.બે આરોપીઓને રવિવારે મોડેકથી પકડી લેવાયા હતા અને તેના નિવેદન નોંધાયા હતા.સોમવારે તેમનું પણ રિક્રિયેશન કરાવશે. ખાવડાના રણવિસ્તારમાં ઘડુલી-સાંતલપુર માર્ગના કામમાં ઈંડાઓને નુકસાન પહોંચાડાયું હતું.ડીસીએફ હર્ષ ઠક્કર વહેલી પરોઢથી જ સ્ટાફ સાથે સ્થળ મુલાકાતે પહોંચી ગયા હતા.આ કેસમાં વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ ૧૯૭૨ હેઠળ પાંચ આરોપીઓ વિરુદ્ધ નોંધાયેલા ગુન્હામાં ત્રણ આરોપીઓ ને રિક્રિયેશન કરાવાયું હતું. ઉલ્લેખનીય બાબત છે,કે રેતીના થર પર કામ કરવાનું હોઈ આ કર્મચારીઓએ ઈંડા અન્યત્ર ૮૦૦ મીટર દૂર ખસેડ્યા હતા,જેથી આ કરૂણ ઘટના સર્જાઈ હતી.

રિક્રિયેશનની કવાયત વેળાએ પૂર્વ કચ્છ વનવિભાગના ભુજ દક્ષિણ અને ઉત્તર રેન્જ ફોરેસ્ટ ઓફિસરો વનરાજસિંહ બિહોલા એના કે.બી ભરવાડ સાથે ફોરેસ્ટર અને વનરક્ષક સહિતનો સ્ટાફ જોડાયો હતો.૫૦૦ જેટલા ઈંડાની કોલોનીમાં સુરક્ષિત બચેલા ઈંડાઓમાંથી બચ્ચા નીકળ્યા હોવાની સુખદ બાબત પણનાયબ વનસંરક્ષકે જણાવી હતી.

બોલીવુડના એક્ટર રણદીપ હુડ્ડાથી લઈને ઉચ્ચ અધિકારીઓએ નોંધ લીધી
5 આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધાયો તે બાબતની બોલીવુડના જાણીતા એક્ટર રણદીપ હુડ્ડા અને આઈએફએસ અધિકારી પરવીન કાસ્વાન સહિતના ઉચ્ચ અધિકારીઓએ આ ઘટનાની નોંધ લઈ તેને સોશ્યલ મીડિયામાં શેર કરી હતી.

સાઈટ એન્જિનીયર, વાહનચાલક અને મિકેનિકને સાથે રાખીને કરાવાઈ કવાયત
રણવચ્ચે આ ગુન્હાના આરોપીઓ મનીષ માલસતાર,હીરા છાભૈયા અને રમેશ દાફડા પાસે આ રિક્રિયેશન કરાવાયું હતું અન્ય બે આરોપીઓને પણ બપોર બાદ પકડી નિવેદન નોંધ્યા છે.સોમવારે તેમનું પણ રિક્રિયેશન કરશે તેમ ડીસીએફએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો