તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુખદ:કચ્છના દરિયામાંથી મે 2019માં અપહરણ કરાયેલા માછીમારનું કરાચીની જેલમાં મોત

લાખોંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પહેલીવાર મૃતદેહ વાઘબોર્ડરેથી અપાયો, સામાન્યતઃ હવાઈમાર્ગે અપાતો હોય છે
  • 29 માર્ચના મૃત્યુ પામેલા માછીમારનો દોઢ મહિના બાદ મૃતદેહ સોંપાયો !

કચ્છના દરિયામાં માછીમારી કરતા મે 2019માં માછીમારને પાકિસ્તાને ઝડપ્યો હતો, જેનું કરાચીની જેલમાં 29 માર્ચના મૃત્યુ થયું હતું. જો કે કોડીનારના આ માછીમારનો મૃતદેહ દોઢ મહિના બાદ પરિવારને સોંપાયો હતો.

પાકિસ્તાનના સત્તાવાળાઓએ ગુરુવારે ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર વાઘા-અટારી સરહદ ક્રોસિંગ પોઇન્ટ પર ગુજરાતના માછીમાર રમેશના નશ્વર અવશેષોને ભારતીય અધિકારીઓને સોંપ્યા હતા. રમેશ સોસા નામના 42 વર્ષીય માછીમારનું 26 માર્ચે કરાચીની જેલમાં મૃત્યુ થયું હતું. કોડીનારના નાનાવાડા ગામના માછીમારનો મૃતદેહ શનિવારે તેના વતન પહોંચતા ગામ હીબકે ચડ્યું હતું. અત્યાર સુધી પાકિસ્તાનથી નશ્વર દેહ મુંબઇ અથવા દિલ્હી ખાતે આવતી ફ્લાઇટમાં લાવવામાં આવે છે. પરંતુ આ પહેલી વાર છે કે,વાઘા ખાતે કોઈ વ્યક્તિના નશ્વર અવશેષો મળ્યા હતા.

ઉલ્લેખનીય બાબત છે કે, રમેશને પાકિસ્તાન દ્વારા મે 2019 માં કચ્છના દરિયાકાંઠે અરબી સમુદ્રમાં માછીમારી કરતી વખતે પાકિસ્તાનના નિયમભંગ કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. પાકિસ્તાનની એક અદાલતે તેને દોષી ઠેરવીને કેદની સજા ફટકારી હતી. તેની જેલની સજા જુલાઈ 2019 માં સમાપ્ત થઈ ગઈ હતી. પરંતુ તે કરાચીની જેલમાં બંધ રહ્યો હતો. મીડિયાના રિપોર્ટ અનુસાર પાકિસ્તાન દ્વારા તેમને કોન્સ્યુલર એક્સેસ પણ આપવામાં આવ્યો ન હતો.

કચ્છમાં પણ ચારેક પાકિસ્તાની કેદીઓના તાજેતરમાં મોત થયા
નોંધનીય છે કે,કચ્છમાં પણ પાલારા જેલ અને જેઆઇસીમાં પાકિસ્તાની કેદીઓને રાખવામાં આવ્યા છે. આ દરમિયાન તાજેતરના મહિનાઓમાં જ ચારેક પાકિસ્તાની કેદીઓના જેઆઇસી અને જેલમાં મોત થયા છે. તેઓના મૃતદેહો પણ પાકિસ્તાન પહોંચાડવા ભારત સરકારને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...