તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:સાપમાર બાજને વીજકરંટનો જીવલેણ ‘ઝેરી દંશ’

લાખોંદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઝેરીલા સાપને ક્ષણમાં ઝપટમાં લઇ લેનાર ‘સ્નેક ઇગલ’ને નિરોણામાં વીજશોક ભરખી ગયો

નિરોણામાં સાપમાર બાજને વીજકરંટનો ‘ઝેરી દંશ’ લાગતા તત્કાળ મોત નીપજ્યું હતું, ઝેરીલા સાપને ક્ષણમાં ભરખી જતા ‘સ્નેક ઇગલ’ને વીજશોક ભરખી જતાં વનવિભાગે પોસ્ટમોટર્મ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. પાવરપટ્ટીના મુખ્યમથક નિરોણા ગામની ઉતર દિશા તરફ ગામ ખેડૂત ખેતશીભાઈ નઝારના એરંડાના ખેતરમાં શુક્રવારે વહેલી સવારના મૃત બાજ જોવા મળેલ હતો.આ અંગે સ્થાનિક ગ્રામજનો દ્વારા વનવિભાગનો સંપર્ક કરાતા નિરોણા બિટના ફોરેસ્ટર ભીમજી મહેશ્વરી સ્થળ પર પહોંચીને પંચનામું કરીને બાજને કબ્જે કર્યો હતો.

નખત્રાણા પશુ ડોક્ટર દ્વારા તેનું પોસ્ટમોર્ટમ કરાતા પ્રાથમિક તબક્કે ફેફસામાં લોહી કાળુ પડી ગયેલ હોઈ વિજશોકથી બાજ નું મૃત્યુ થયેલ છે,તેવું તારણ નખત્રાણા આરએફઓ ડી.એલ ચૌધરીએ જણાવ્યું હતું. મૃત્યુ પામેલ બાજની જગ્યાએ ગેટકોની ૬૬ કિલોવોલ્ટની વીજલાઇન પસાર થાય છે.મૃત સ્નેક ઇગલ એટલે કે સર્પમાર પક્ષી માદા હતું અને તેની ઉમર અંદાજિત 1 થી 2 વર્ષની હોવાનું જાણવા મળ્યું હતું.ભાસ્કર ટીમ દ્વારા સ્થળની મુલાકાત લેતા સળંગ વીજ લાઇનમાં ક્યાંય બર્ડ રીફલેક્ટર લગાવેલ નથી તે સ્પષ્ટ સાબિત થયું હતું,જો તાત્કાલિક અસરથી તે લગાવવામાં નહિ આવે તો વધુ નિર્દોષ પક્ષીઓનો જીવ જશે.વનવિભાગે કાયદેસરની કાર્યવાહી આદરી હતી.

મુરૂમાં વીજ લાઇને બગલાનો ભોગ લીધો
નખત્રાણા તાલુકાના મુરુના રસ્તા પર શુક્રવારે સાંજે ઢોર બગલો એટલે કે કેટલ ઇગ્રેટ વીજલાઈને નીચે મૃત હાલતમાં મળી આવ્યો હતો. સ્થાનિકેથી પ્રાપ્ત વિગતો મુજબ સંભવત વીજશોકથી તેનું મોત નીપજ્યું હોય તે હાલત હતી. નિરોણામાં બાજ અને મુરૂમાં બગલો એક જ દિવસમાં તાલુકામાં બે પક્ષીના કમોતથી જાણે પક્ષીઓ પર વીજઘાત બેઠી હોય તેવું સ્પષ્ટ ચિત્ર સામે આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...