તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વનવિભાગ એક્શન મોડમાં:ગુલાબી ધોમડાના 5 હજાર ઇંડાનો કચ્ચરઘાણ કરવા મામલે 5 સામે ગુનો નોંધાયો, આરોપીઓમાં એક ઇજનેર; તપાસમાં 12 પક્ષીના મૃત મળ્યાં

લાખોંદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
12 પક્ષીઓના મોત નિપજ્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું - Divya Bhaskar
12 પક્ષીઓના મોત નિપજ્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું
 • હાલમાં નેસ્ટ કોલોનીમાં કુલ ૫૦૦ ઈંડા હયાત!

મોટા રણમાં ગુલાબી ઘોમડા પક્ષીના મોત માટે જવાબદાર પાંચ વ્યક્તિઓ વિરુદ્ધ વનવિભાગે ગુન્હો નોંધ્યો છે,વનવિભાગ દ્વારા આ મુદ્દે સ્થળતપાસમાં ૧૨ પક્ષીઓના મોત નિપજ્યા હોવાની બાબત સામે આવી હતી.પૂર્વ કચ્છ વનવિભાગના ડીસીએફ હર્ષ ઠક્કરએ જણાવ્યું હતું કે,આ મુદ્દે કુલ પાંચ વ્યક્તિઓ વિરુદ્ધ પૂર્વ કચ્છ વનવિભાગે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વન્યજીવ સંરક્ષણ અધિનિયમન ૧૯૭૨ હેઠળ શિકાર અને હેબિટેટ ડિસ્ટ્રક્શન સહિતની વિવિધ ૧૨ ગંભીર કલમો તળે ગુન્હો નોંધવામાં આવ્યો છે.

ગુલાબી ધોમડો પક્ષીના 5 હજાર ઇંડાનો કચ્ચરઘાણ કર્યો હતો
ગુલાબી ધોમડો પક્ષીના 5 હજાર ઇંડાનો કચ્ચરઘાણ કર્યો હતો

વનવિભાગે તપાસ કરી તાત્કાલિક ગુનો નોંધ્યો
આરોપીઓમાં હીરા પટેલ (વિથોણ), રમેશ દાફડા (લક્ષ્મીપર), ગની ગફુર સમા (કાઢવાંઢ), પંકજ પરમાર (નાના અંગિયા), મનીષ સોરઠીયા (અંજાર) સહિતના સામે આ ગુન્હો નોંધાયો છે.વનવિભાગની સ્થળ તપાસ દરમ્યાન પૂર્વ કચ્છ વનવિભાગના દક્ષિણ અને ઉત્તર રેન્જ ફોરેસ્ટ ઓફિસર વનરાજસિંહ બિહોલા અને કે.બી ભરવાડ સાથે રેન્જનો સ્ટાફ જોડાયો હતો. સીસીએફ અનિતા કર્ણ અને ડીસીએફ એચ,જે ઠક્કરે ગુન્હાની ગંભીરતાને પગલે સતત માર્ગદર્શન આપી તાત્કાલિક ગુન્હો નોંધ્યો હતો. બીજીતરફ વનવિભાગની ટીમ દ્વારા રણમાં ઊંડે સુધી ચાલી તપાસ કરાઈ હતી.૧૨ પક્ષીઓના મોત સિવાય કોઈપણ પ્રકારના ઈંડાના કે મૃત પક્ષીઓના અવશેષ મળ્યા ન હતા.

12 પક્ષીઓ મૃત મળ્યાં
એક તબક્કે પક્ષી નિરીક્ષક નવીન બાપટે એવા આક્ષેપ કર્યા હતા કે અહીં પાંચ હજાર ઈંડાઓ પર બુલડોઝર ફરી વળ્યું છે,જો કે વનવિભાગે સત્યતા તપાસવા તેમને સાથે રાખીને જ પંચનામું કર્યું ત્યારે ત્યાં ૧૨ ગુલાબી ઘોમડા પક્ષીઓ મૃત મળી આવ્યા હતા.૩ ઈંડા નુકસાન પામેલી હાલતમાં મળયા હતા. જો કે માત્ર ૫૦૦ ઈંડા જ કુલ એ વિસ્તારમાં નોંધાયા હતા.જેમાં આરએફઓ સહિત ઉચ્ચ અધિકીરીઓની ટીમે અહીં પંચનામું કર્યું હતું. હજારો પક્ષીઓના મોતનો આક્ષેપ કરનારા નવીન બાપટ પણ પંચનામા વેળાએ હાજર રહ્યા હતા અને હસ્તાક્ષર સાથે આ બાબત કબૂલી હતી.

શિકારની કલમો હેઠળ ગુન્હો નોંધાયો
વન્યજીવ સંરક્ષણ અધિનિયમ ૧૯૭૨ હેઠળ નોંધાયેલા કેસમાં પક્ષીઓના મોત મુદ્દે અભ્યારણ વિસ્તાર હોઈ શિકાર સહિતની કલમો ઉમેરાઈ છે,તો બીજી તરફ ૧૨ પક્ષીઓના મોત મુદ્દે નિવાસસ્થાનને નુકસાન પહોંચાડવા મુદ્દે કન્સ્ટ્રક્શન કંપનીના સાઈટ એન્જીનીયર,મેકેનિક સહીત કસૂરવાર વ્યક્તિઓ સામે ગુન્હો નોંધાયો છે.નિવેદનો નોંધી અને નિયત પુરાવા એકત્ર કરી તેમની અટક કરશે.WPA ૧૯૭૨ હેઠળ કલમ ૨ ની ૧,૧૫,૧૬,૧૭,૨૦,૩૬ સહિત શિકારની અને ૨૭(૧),૩૯,૫૦,૫૧,૫૨ સહિતની ગંભીર કલમો ઉમેરાઈ છે.
વનવિભાગ નિવેદન નોંધી રિક્રિયેશન કરશે
પૂર્વ કચ્છ વનવિભાગે આ ગુન્હા સંદર્ભે આરોપીના નિવેદન લીધા બાદ કઈ રીતે આ ગંભીર કૃત્ય આચરાયું તે મુદ્દે રિક્રિયેશન કરી આગળની કાર્યવાહી હાથ ધરશે અને ફર્સ્ટ ઓફેન્સ રિપોર્ટ નોંધાયા બાદ અમુક દસ્તાવેજીકરણ એકત્ર કર્યું છે. જો કે મંગળવારે આરોપીની અટક થાય તેવી શક્યતાઓ છે.

બુલડોઝર ન હતું ફેરવાયું: ડીસીએફ
ડીસીએફએ ઉમેર્યું હતું કે,અહીં પક્ષીઓના માળા પર બુલડોઝર ન હતું ફેરવાયું પણ રસ્તાના કામમાં નડતર હોતા પક્ષીઓને અન્યત્ર મૂકાયા હતા.ઉલ્લેખનીય બાબત છે કે,સ્થળ બદલી થતા કેટલાક પક્ષીઓને મમતાની હૂંફ ન મળતા તેઓ મૃત્યુ પામ્યા હતા તો બીજી તરફ ત્યાં રહેલા ૫૦૦ જેટલા ઈંડાઓ હજુ સુરક્ષિત છે અને તેમાં કોઈ જ વિક્ષેપ ન પડ્યો હોવાનું પણ વનતંત્રએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો