સ્વાગત:બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન આયોજિત બાઇક સવાર જવાનોનું કચ્છમાં સ્વાગત

લાખોંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ઇન્ડિયા એટ ૭૫ બીઆરઓ મોટરસાઇકલ અભિયાન ૨૦૨૧ રેલી હીરો મોટોકોર્પ સાથે મળીને યોજવામાં આવી રહી છે સ્વતંત્ર ભારતના 75માં વર્ષ નિમિત્તે, ભારત પેટ્રોલિયમની ઉજવણીના ભાગરૂપે, “આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તેનું રવિવારે કુકમા આર.કે પેટ્રોલીયમ ખાતે સ્વાગત કરાયું હતું.

આ કાર્યક્રમમાં વહેલી સવારે જ બાઇકવીરો આવી પહોંચ્યા હતા,આ તકે બીઆરઓ ઓફિસર વિજય જોગદાને જણાવ્યું હતું કે,૭ માં અને અંતિમ ચરણ માટે તેઓ અમદાવાદથી ભુજ આવી પહોંચ્યા હતા. ભુજથી લખપત થઈને બાડમેર, બિકાનેર, અમૃતસર, ફિરોઝપુરમાંથી પસાર થશે અને છ દિવસના સમયગાળામાં આશરે 2400 કિલોમીટરનું અંતર કાપીને 25 ડિસેમ્બર 2021ના રોજ આ રેલી દિલ્હીમાં સમાપ્ત થશે.રાષ્ટ્રીય એકતા,ભાઈચારો અને રોડસેફટી સહિતના મુદ્દે તેઓ સ્થાનિક લોકો સાથે અને રસ્તામાં સંવાદ કર્યો હતો.

મેજર શુભ્રાન્તએ જણાવ્યું કે,આ રેલી દરમ્યાન તેઓ યુવાનોને આર્મ ફોર્સ જોઈન કરવા માટે પણ પ્રેરિત કરવાની સાથે વોર વિડોને મળી રહ્યા છે.સાથોસાથ રસ્તામાં વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાનને પણ પ્રોત્સાહન આપી રહ્યા છીએ.આ તકે તેઓએ હીરો મોટોકોર્પ અને ભારત પેટ્રોલિયમનો પણ આભાર માન્યો હતો.કુકમા આર.કે પેટ્રોલિયમ ખાતે સમગ્ર આયોજન હાથ ધરાયુ હતું,વ્યવસ્થા અમુલભાઈ ઠક્કર અને મોહિતભાઈ ઠક્કરે સંભાળી હતી

અન્ય સમાચારો પણ છે...