ગજબ:ભુજોડી બ્રિજ 9 વર્ષે ન બન્યો, કેન્દ્ર સરકાર સિદ્ધિ તરીકે દર્શાવશે

લાખોંદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભુજોડી ઓવરબ્રિજ અને ટ્રાફિક જામ ભયંકર માથાનો દુખાવો જિલ્લાવાસીઓ માટે બની ગયો છે.મંગળવારે સાંજે કેન્દ્ર સરકારની સિદ્ધિઓ દર્શાવવા અહીં મુંબઈથી ફિલ્માંકનનો સેટ ઉભો કરાઈ રહ્યો છે. આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત કેન્દ્ર સરકારની સિદ્ધિઓ અને દેશમાં ઝડપથી બની રહેલા રસ્તાઓ દર્શવાવામાં આવશે.

પણ હકિકત એ છે કે,ભુજોડી ઓવરબ્રિજ આવતા વર્ષે દાયકો પૂર્ણ કર્યા છતાંય અધૂરો જ રહેશે. ભુજોડી ઓવરબ્રિજની હાલત લગ્ને લગ્ને કુંવારા જેવી છે. રાજકીય ઈચ્છા શક્તિનો અભાવ અને વહીવટીતંત્રની નબળાઈની આ ઓવરબ્રિજ દાયકાઓ સુધી ચાડીઓ ખાતો રહેશે..

અન્ય સમાચારો પણ છે...