તપાસ:સાંતલપુરના રોઝુ પાસે ઘુડખરના 3 મૃતદેહ મળ્યા, પૂર્વ કચ્છ વનતંત્રે રણમાં સર્ચ ઓપરેશન આદર્યું

લાખોંદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કચ્છમાં એક પણ ઘુડખરનો મૃતદેહ ન મળ્યો,નાના રણ અભ્યારણ્યમાં પણ એક પણ મોત નહીં

સાંતલપુર નજીકના રણ વિસ્તારમાં ત્રણ ઘુડખરના મૃતદેહ અને હાડપિંજર મળી આવતા વનવિભાગમાં દોડધામ મચી ગઈ હતી,જો કે પૂર્વ કચ્છ ડિવિઝનમાં એક પણ ઘુડખરનો મૃતદેહ કે હાડપિંજર મળ્યા ન હતા. વનવિભાગ પાટણના ડીસીએફ બે.એમ પટેલે ભાસ્કરથી વાત કરતા કહ્યું કે,રોઝુ નજીકના રેવેન્યૂ વિસ્તારમાં શનિવારે એક હાડપિંજર મળ્યું હતું અને બાદમાં રવિવારે અન્ય બે મૃતદેહો મળતા ટીમે તપાસ આદરી છે. જો કે હાલ હાડપિંજર જેવી સ્થિતિમાં હોતા પોસ્ટમોર્ટમ શક્ય ન બનતા મોતનું કારણ જાણી શક્યું નથી.

બીજીતરફ પૂર્વ કચ્છ વનવિભાગના ડીસીએફ હર્ષ ઠક્કરે જણાવ્યું કે,આ વિસ્તારને લગતી આડેસર,નાંદા,બામણસર,સણવા,મોમાયમોરા,સુખપર,વરણું,ટગા અને ચીત્રોડના જંગલ વિસ્તાર સહિતમાં આ મુદ્દે પેટ્રોલિંગ કરાયું હતું જો કે કોઈ પણ ઘુડખર અહીં મૃત હાલતમાં મળ્યું ન હતું. ઘુડખર અભયારણ્યના ડીસીએફ એસ.એસ અસોડાએ જણાવ્યું કે,ઘુડખર અભ્યારણ્યમાં એક પણ ઘુડખરનું મોત નોંધાયું નથી.

જો કે જે મૃત્યુ પામ્યા તે પણ જંગલ વિસ્તાર બહારના હોવાનું તેમને ઉમેર્યું હતું. વાવાઝોડાની અસર વખતે,ડીહાઇડ્રેશન કે ઝેરી ખોરાકની અસરથી આ ત્રણ ઘુડખરના મોત નિપજ્યા એ તપાસનો વિષય છે,જો કે સ્થાનિક વન્યપ્રેમીઓ તો ૧૫ જેટલા ઘુડખરના મોતનો દાવો કરી રહ્યા છે. જો કે સાંતલપુર રેન્જ વનવિભાગને માત્ર ત્રણ જ ઘુડખર મૃત મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...