ગંદકી:કંડલામાં પોર્ટના વાંકે નાળાઓમાં જમા પાણી, ગંદકીથી મચ્છરોનું સામ્રાજ્ય

કંડલા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યોગ્ય પગલા ભરાતા ન હોઇ લોકો બિમારીમાં સપડાઇ રહ્યા છે

કંડલામાં વર્ષોથી ન પડવાના વાંકે ઉભેલી વાવાઝોડા પહેલાની ઈમારતો અને રહેણાક વિસ્તારોનો ઉપયોગ હજી પણ પોર્ટ સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલો મોટો વર્ગ કરી રહ્યો છે. અત્યંત ખસ્તાહાલ અને કેટલાક ભાગો ધ્વસ્ત થઈ ચુક્યા છે એવી ઈમારતોમા રહેતા લોકોને આ સાથે મચ્છરજન્ય બીમારીઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે.

પોર્ટ આ અંગે સતત દુર્લક્ષ સેવતું હોવાથી અહિ જુના નાળાઓમાં ચોતરફ જમા પાણી અને ગંદકી મચ્છર ઉછેર કેંદ્રોમાં બદલાઈ ગયા છે. હાલમાં જ્યારે સમગ્ર પંથકમાં ચીકનગુનીયા, ડેગ્યુ જેવા કેસોમાં વધારો જોવા મળ્યો છે અને લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે ત્યારે કંડલામાં પહેલાથીજ પરેશાન લોકોને પોર્ટની ઉપેક્ષાથી વધુ પીડામાં મુકાઈ રહ્યા છે. સાફ સફાઈ અને રહેવા લાયક વ્યવસ્થાઓ જેવી પ્રાથમિક બાબતો અંગે વર્ષોથી કોઇ જરુરી પગલા ભરાયા ન હોવાનું પ્રતિત થઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...