તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:કંડલામાં માનવ રહિત ફાટક પર ટ્રેન એન્જિન અને ટેન્કરની ટક્કર

કંડલા7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ઇફ્કોની ખાનગી સાઇટમાં બની ઘટના, જાનહાની ટળી
 • ખાલી ટેન્કરના માલીકે રૂ. 51,450 ડેમેજ પેટે રકમ રેલવેમાં જમા કરાવી

કંડલામાં ઈફ્કોની ખાનગી સાઈડીંગ તરફ માનવ રહિત ફાટક પર રેલવેનું એન્જિન પસાર થઈ રહ્યું હતું ત્યારે ટેંકરે ઉતાવળ દેખાડતા તેની સાથે ટ્રેનના એન્જિનની ટક્કર સર્જાઈ હતી. સદભાગ્યે ઘટનામાં કોઇને ઈજા પહોંચી નહતી, તો ટેંકર માલીક પાસેથી ડેમરેજ પેટે રેલવે પ્રશાસનમાં 51,450 રુપીયા જમા કરાવાયા હતા.

આરપીએફના સતાવાર સુત્રોએ ઘટનાક્રમ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે રવિવારના સવારે 10:05 વાગ્યે ઈફ્કોની પ્રાઈવેટ સાઈડીંગ વિસ્તારમાં જે માનવ રહીત ફાટક આવેલુ છે ત્યાં આહીર ટર્મીનલમાં જઈ રહેલા હરિયાણા પાસીંગના ખાલી ટેંકર કે જે વેજીટેબલ ઓઈલ ભરવા જઈ રહ્યું હતું, તેણે રેલવે ટ્રેક ક્રોસ કરી લેવાની ઉતાવળ દર્શાવતા પસાર થઈ રહેલા ટ્રેનના એન્જિન સાથે તેની ટક્કર સર્જાઈ ગઈ હતી.

સદભાગ્યે હજી નિકળતીજ હોવાના કારણે અને પોતાની ગતી 7 થી 10 કિમી પ્રતિ કલાકથી વધુ ન ચલાવી શકવાનો નિયમ પણ હોવાના કારણે ધીમી સ્પીડથી હોવાથી અને ટેંકર ખાલી પણ હોવાથી મોટી દુર્ઘટના બનતા ટળી હતી. પરંતુ તે છતાંય બે કલાક ટ્રાફિકની સમસ્યા સર્જાઇ હતી. આ તમામના અંતે રેલવે વિભાગે ડેમરેજ ખર્ચ ઉઘરાવીને સંતોષ વ્યક્ત કર્યો હતો અને કોઇ ફરિયાદ કરવાનું પસંદ કર્યું નહતું, જે અંગે આરપીએફએ ખાનગી સાઈડીંગને અપાતી સવલતોના નિયમોનો હવાલો આપ્યો હતો.

પબ્લીક પ્લેસ નથી, પ્રાઈવેટ સાઈટ છે, એટલે અલગ નિયમો લાગુ પડેઃ RPF
રેલવે પોલીસ ફોર્સના સતાવાર સુત્રોએ જણાવ્યું હતું કે અકસ્માત એ જાહેર સ્થળ પર નહીં, ખાનગી સ્થળ પર થયો છે, પ્રાઈવેટ સાઈડીંગ અંગે અલગ નિયમાવલી છે. જે અંતર્ગત ત્યાં ભારે ટ્રાફિક હોવાથી કોઇ એન્જિનને 7 થી 10 કિમી પ્રતિ કલાકની ગતીથી વધુ ચલાવવાની પરવાનગી નથી. તો આરપીએફ દ્વારા તે સંદર્ભે આ અંગે ડેમરેજ ખર્ચ પેટેનો ખર્ચ આપી દેતા કોઇ ફરિયાદ નોંધી નહતી. જો નોંધાય તો પણ રાજ્ય પોલીસના ફાળે જાય તેવું પણ ઉમેર્યું હતું.

અમે રેલવેની પ્રક્રિયાને અનુસરશુઃ ઈફ્કો
ઈફ્કોની પ્રાઈવેટ સાઈટીંગમાં આ અકસ્માતનો ઘટનાક્રમ બન્યો હોવાનું સામે આવતા આ અંગે ઈફ્કો પ્રશાસનનો સંપર્ક સાધતા તેમણે આ અંગે રેલવે રાષ્ટ્રીય સરકારી વ્યવસ્થા હોવાનું અને પ્રક્રિયાઓમાં તેવો પણ તેનેજ અનુસરશે તેવું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો