માંગ:કંડલામાં ભારી મશીનરીનું આવા ગમન ચાલુ, પણ ઈન્ફ્રાસ્ટ્ક્ચર ક્યાં?

કંડલા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દેશનું સર્વાધિક કાર્ગો હેંડલ કરનારું સરકાર આધારીત પોર્ટ તરીકે દીન દયાલ પોર્ટ ટ્રસ્ટ, કંડલા લાંબા સમયથી ગરીમા ભોગવી રહ્યું છે. પરંતુ તેની બીજી બાજુ કન્ટેનર કાર્ગોનું ચાલ્યું જવું, યોગ્ય માળખુ ન હોવા જેવી ફરિયાદો પણ ઉઠતી રહે છે. પોર્ટમાંથી દરરોજ મોટા પાયે મોટી મશીનરી સહિતની વિવિધ પ્રકારની સામગ્રીનો આયાત નિકાસ થતો રહે છે. ત્યારે પોર્ટ જતા માર્ગે અકસ્માતોની શ્રુંખલા દર એકાંતર દિવસે લાગેલીજ રહે છે.

આ તમામ પાછળ પોર્ટ પ્રશાસનનું યોગ્ય ધ્યાન ન આપવાનું કારણ પણ આગળ અપાતું રહે છે. પોર્ટ જતા માર્ગમાં સ્ટ્રીટ લાઈટ્સનો અભાવ, ખાડા વાળા માર્ગો અને સુરક્ષા માનકોનો અભાવ ઉડીને આંખે વળગે છે. 16 પૈડામાં લઈ જવી પડે એવી મશીનરીઓ છાસવારે રોજ આવતી રહે છે ત્યારે અકસ્માતો અને તેના સરળતા પુર્વક મુવમેન્ટ થવાની સંભાવના આવી પરિસ્થીતિઓમાં ઘટી જાય છે, જેથી આ સાથે પોર્ટ પોતાના માળખા પર પણ ધ્યાન આપે તેવી માંગ ઉઠવા પામી છે. 

અન્ય સમાચારો પણ છે...