પોલીસ સતર્ક:મીઠાપોર્ટમાં ચોરાઉ 44 હજારનું પેટ્રોલ સગેવગે થાય તે પહેલાં પોલીસ પહોંચી

કંડલાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 12 કેરબા અને કાર કબજે કરી એક આરોપી દબોચાયો: વધુ પુછતાછ ચાલુ

મીઠા પોર્ટ પર ઇફ્કો કંપની પાછળ આઇઓસીએલ કંપનીમાં જતી પાઇપલાઇનમાં કાણું પાડીને પેટ્રોલ ચોરી કરતા એક શખ્સને કંડલા મરિન પોલીસે રૂ.44 હજારની કિંમતના પેટ્રોલ ભરેલા 12 કેરબા સાથે દબોચી લઇ કાર સહિત કુલરૂ.1.44 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

કંડલા મરિન પોલીસ મથકના પીઆઇ કે.પી.સાગઠીયાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, ટીમપેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે કંડલા જેટી નંબર 6 થીઆઇઓસીએલકંપની તરફ જતી પાઇપલાઇનના નંબર 472 પાસે કારમાં આવેલા બે શખ્સો પાઇપલાઇનમાં કાણું પાડી પેટ્રોલની ચોરી કરી રહ્યા હતા ત્યારે દરોડો પાડી જુના ક઼ડલાના મીઠા પોર્ટમાંરહેતા જુસબ સિદ્દિક પઠાણને પકડી લીધો હતો જ્યારે ગાંધીધામનો પ્રકાશ બગડા નાસી ગયો હતો. પકડાયેલા આરોપી જુસબ પાસેથી રૂ.44,520 ની કિંમતના પેટ્રોલ ભરેલા 35 લીટરની ક્ષ્મતા વાળા 12 કેરબા તથા કાર સહિત કુલ રૂ.1,44,520 નો મુદ્દામાલ જપ્ત કરી આ બન્ને ઉપરાંત તપાસમાં જે નિકળે તેમના વિરૂધ્ધ પોલીસે ગુનો નોંધી વધુ પુછપરછ હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનિય છે કે થોડા દીવસો પહેલાં ખાદ્ય તેલ ચોરી કરવા માટે ટેન્કર લઇને આવેલા આરોપીઓને પણ કંડલા મરીન પોલીસે દબોચી લીધા હતા ત્યારે હાલ જો આ તેલ ચોરી કરતી ટોળી સક્રીય હોય તો પોલીસ પણ સતર્ક છે. દશકાઓથી કંડલામાં ઓઇલ ચોરો તસ્કરીને અંજામ આપી રહ્યા છે. પરંતુ તેમના પર સંપૂર્ણ અંકુશ લાવી શકાયો નથી.

અન્ય સમાચારો પણ છે...