તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખસ્તાહાલ ઈમારતો:પડું પડું થઇ રહેલી દુર્ઘટનાને નોતરતી કંડલાની ખખડધજ 20થી વધુ ઇમારત

કંડલા24 દિવસ પહેલાલેખક: પપ્પુ આથા
  • કૉપી લિંક
આ ઈમારતોને પાડવા અકસ્માતોની રાહ જોવાઇ રહી છે? - Divya Bhaskar
આ ઈમારતોને પાડવા અકસ્માતોની રાહ જોવાઇ રહી છે?
  • વાવાઝોડા અને ભૂકંપથી ખસ્તાહાલ થયેલી ઈમારતોમાં હજી પણ લોકો રહે છે!
  • અવાર નવાર છત ઉખડી પડવા કે બાલ્કની તુટી પડવાની ઘટનાઓ વચ્ચે માનવ જિંદગી પર જોખમ

કચ્છના આભૂષણ સમ ઓલ વેધર પોર્ટ ડીપીટી, કંડલાએ સંકુલના વિકાસના દ્વારો વિવિધ દીશાઓથી ખોલી નાખ્યા છે. તો કેટલીક કઠિન પરિસ્થિતિઓનો સામનો પણ પોર્ટે અને પંથકે વારે તહેવારે કરતું રહ્યું છે, જેની સાક્ષી પુરતી અનેક ઈમારતો આજે પણ કંડલામાં ખખડધજ અવસ્થામાં ઉભી છે. ભયાવહ બાબત એવી પણ છે કે દર વર્ષે ખાસ કરીને વરસાદની સીઝનમાં આ ઈમારતોમાંથી પોપડ, પ્લાસ્ટર તુટવાની અને દિવાલ ધસી જવાની ઘટનાઓ બનતી રહી છે, તે છતાં કેટલીક ઈમારતોમાં હજી પણ લોકો રહે છે, જે કોઇ મોટી દુર્ઘટનાને આમંત્રણ આપતું હોય તેવી પરિસ્થિતિ ઉભી કરી રહી છે.

1998માં કંડલામાં આવેલા ભયાનક વાવાઝોડામાં દરિયાનું પાણી પોર્ટ, કોલોની સહિતના ઘણુ અંદર સુધી બહોળા પ્રમાણમાં ધસી આવ્યું હતું. જે દિવસો સુધી એવીજ પરિસ્થિતિમાં રહ્યુ, જે કુદરતી આપદામાં હજારો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા તો કેટલાક ઘરબાર વગરના થઈ ગયા હતા. તે આપદાના ઉપલબ્ધ ખુબ થોડા ફોટાઓમાં પાણી વચ્ચે ઉભેલી કંડલાની આ ઈમારતો પણ જોઇ શકાય છે, જ્યારે તેમને મોટા પાયે નુકશાન થયું હતું. તે ઘટના બાદ કંડલાથી મોટી સંખ્યામાં લોકોએ સ્થળાંતર કરીને ગાંધીધામ, તુણા, ખારીરોહર સહિતના આસપાસના વિસ્તારોમાં ગયા. જેથી એક સમયે જીવનથી સંચારિત થતું કંડલા ભેંકાર થયું અને માત્ર ઔદ્યોગિક અને પોર્ટ સંલગ્ન ગતીવીધીનુંજ કેંદ્ર બની રહ્યું.

ત્યારબાદ બાકી રહી સહી કસર 2001ના ભૂકંપ પુરી કરી અને ત્યારબાદ પોર્ટ પ્રશાસને પણ પોર્ટ એરિયામાં લોકોને ના રહેવા જણાવ્યું. તેને પણ જીલી ગયેલી ત્રીસથી વધુ ઈમારતો આટલા વર્ષે આજે પણ ના પડવા ના વાંકે ઉભેલી છે તો દર વર્ષે તેમાંથી કેટલોક ભાગ પડ્યો હોવાની બાબત સામે આવતી રહી છે. કેટલીક ઈમારતો પર એમ્બેડેડ એટલે કે છોડી દેવામાં આવેલી ઈમારત પણ ઘોષિત કરાઈ છે, પણ દુર્ભાગ્યપુર્ણ રીતે હજી પણ આવી અત્યંત જર્જર હાલતમાં રહેલી બિલ્ડિંગમાં હજી પણ લોકો જીવના જોખમે રહે છે. આ ઈમારતોને પાડવા મુદે પોર્ટ પ્રશાસન કે સબંધિત વિભાગ શા માટે કોઇ સક્રિયતા નથી દાખવતું તે યક્ષ પ્રશ્ન બની રહ્યો છે.

20 ઈમારતોને તોડવાની પ્રક્રિયા કરાશે : ડીપીટી
દીન દયાલ પોર્ટ ટ્રસ્ટ, કંડલા પ્રવક્તા ઓમપ્રકાશ દાદલાણીએ આ અંગે જણાવ્યું હતું કે પોર્ટ પાસે 20 જેટલી ઈમારતો જર્જરીત હાલતમાં હોવાનું પોર્ટ પ્રર્શાસને ચીહ્નીંત કર્યું છે. જેને તોડી પાડવા માટેની ટેન્ડરીંગ પ્રક્રિયા હાથ ધરાઈ છે. હાલ આવશ્યક સેવાઓ જેવી કે ફાયર બ્રીગેડ, મરીન, મીકેનીકલ, સીઆઈએસએફ સહિતના વિભાગોમાં કાર્યરત 300 કર્મચારીઓ હાલ કંડલામાં વસવાટ કરી રહ્યા છે.

ગોડાઉન નવા બન્યા, બિલ્ડીંગ કેમ નહીં?
પોર્ટ પ્રશાસન દ્વારા ગત કેટલાક સમયમાં પોર્ટ અંદર ખસ્તાહાલ થયેલા ગોડાઉનોને તોડીને નવા બનાવવાનું કાર્ય યુદ્ધ ધોરણે હાથ ધરાયું હતું. તેમ આ ઈમારતો અંગે પણ હાથ ધરાય તો પોર્ટમાં નવા લોકોને રહેવા લાયક સ્થળ પણ મળી શકે તેવો સુર ઉઠવા પામ્યો છે. નોંધવું રહ્યું કે, નવ નિયુક્ત ડે. ચેરમેનના આગમન બાદ પોર્ટ અંદર રહેલા જર્જરીત ગોડાઉનોને તોડવાની પ્રક્રિયા તેજ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...