નિર્ણંય:ઈરાને બાસમતી ચોખા પરથી પ્રતિબંધ ઉઠાવતા નિકાસ વધશે

કંડલા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભારતના સ્પર્ધક પાકિસ્તાનના ચોખામાં પેસ્ટીસાઈડની સમસ્યા
  • પંજાબના મહત્તમ સારી ક્વોલીટીના રાઈસ કંડલા- મુંદ્રાથી નિકાસ થશે

ઈરાને તાજેતરમાં ભારતીય બાસમતી ચોખાના આયાત પર લગાવેલા પ્રતિબંધને ઉઠાવી લેતા તેનો એક મોટો લાભ ભારતના ચોખા ઉત્પાદકોને થશે કંડલા મુંદ્રા પોર્ટ થકી તેનું એક્સપોર્ટ વધશે તેવું તજજ્ઞો જણાવી રહ્યા છે.સુત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર ઈરાન સરકારે ગત સપ્તાહે ભારતના બાસમતી ચોખાની આયાત પર લગાવેલા પ્રતિબંધને ખોલી નાખ્યો હતો. અગાઉ સ્થાનિક ખેડુતોને સંરક્ષણ આપવા અને તેમને પુરતા ભાવો મળે તે માટે બાસમતી ચોખાના ઈમ્પોર્ટને બેન કરવાનો નિર્ણંય લેવાયો હોવાનો તર્ક આગળ ધરાયો હતો.

તો જાણકાર વર્તુળોએ ભારતે યુએસ પ્રતિબંધો વચ્ચે ઈરાન સાથે કરેલા કરાર અનુસાર ડોલર્સમાં વહિવટ ન કરીને ઓઈલ ન ખરીધ્યાના પ્રત્યાઘાત રુપે પ્રતિબંધ લદાયો હોવાનું જણાવ્યું હતું. જે મુદો હવે સમાધાન તરફ આગળ વધતા ઈરાને પણ ભારતીય બાસમતી રાઈસ માટેના દ્વારો ખોલી નાખ્યા છે. સરકારી સતાવાર સુત્રોએ જણાવ્યું કે ભારતના ચોખાની સ્પર્ધા સામાન્ય રીતે પાકિસ્તાની બાસમતી રાઈસ સાથેજ હોય છે.

પરંતુ ગત વર્ષોમાં ભારતાના કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા વિભાગોએ ખેડુતોમાં કેવા પેસ્ટીસાઈડનો ઉપયોગ કરવો અને ગુણવતા અંગે ધ્યાન આપીને માર્ગદર્શન અપાતા પરિસ્થિતિમાં સારો એવો સુધારો જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ પાકિસ્તાનના બાસમતી રાઈસમાં પેસ્ટીસાઈડના કારણે ગુણવતા કથળી હોવાથી તેનો સીધો લાભ ભારતથી થતા એક્સપોર્ટને થશે,અને તેમાં હરિયાણા, પંજાબથી મહતમ એક્સપોર્ટ કચ્છના કંડલા,મુંદ્રા પોર્ટ થકી થતા હોવાથી અહિથી એક્સપોર્ટ વધશે તેવું તજજ્ઞોએ જણાવ્યું હતું. જ્યારે કે સામાન્ય પ્રકારના ચોખા દેશના દક્ષીણ તરફે આવેલા બંદરો થકી વિદેશમાં એક્સપોર્ટ થઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...