તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નો-નેટવર્ક:5Gના યુગમાં કંડલા પોર્ટમાં 2G સ્પીડ પણ નહીં

કંડલા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉપભોક્તાઓને દસ્તાવેજોના આદાન પ્રદાનમાં રોજ થતી અગવડ

દીન દયાલ પોર્ટ, કંડલામાં રોજ હજારોની સંખ્યામાં વાહનો લોડ અનલોડ કરવા આવે છે અને શીપીંગ, ટ્રાન્સપોર્ટ ઉધોગના લોકો રોજ કામઅર્થે અહી આવે છે ત્યારે આજે જ્યારે તમામ પ્રક્રિયાઓ ડીઝીટલ કરવાના સરકારી અને ખાનગી ધોરણે પ્રયાસો છે ત્યારે આ પ્રયાસને ધક્કો ખુદ સરકારી અગવડો અને સંકલનના અભાવેજ લાગી રહ્યો છે. કંડલા પોર્ટ પર બે કંપનીઓના નાના અને હંગામી ટાવર આવેલા છે, જેની પણ રેંજ એટલી નથી અને તેમાંથી એક તો બંધ હાલતમાં હોવાનું જાણવા મળે છે. જેના કારણે તમામ ઉપભોક્તાઓને રોજબરોજની પ્રક્રિયાઓમાં ભારે અગવડ પડે છે.

એક તરફ જ્યાં ભારતમાં 4જીના અનુભવ અને 5જીના લોંચની ચર્ચાઓ જોરમાં છે તો દેશના નંબર 1 પોર્ટ હોવાનું ગૌરવ કરતા કંડલા પોર્ટ પર 2જી સ્પીડ પણ મળવી દુર્લભ સ્થિતિ છે. દૈનિક ધોરણે પોતાના ટ્રક, ટ્રઈલર અને કાર્ગોની મુવમેન્ટ, રજામંદી, પરવાનગીઓ સહિતની પ્રોસેસને પુર્ણ કરવા આવતા લોકોને દસ્તાવેજો મેઈલ કરવા હોય કે સોશ્યલ મિડિયાથી પણ મોકલવા હોય તો જતા નથી. અધુરામાં પુરુ કેટલાક સ્થળોએ તો ફોન પણ લાગતા નથી, જેના કારણે ડ્રાઈવરનો સંપર્ક થઈ શકતો નથી અને કાર્ગો મુવમેન્ટમાં મોડુ થઈ જાય છે. કેટલાક કિસ્સાઓમાં તો એવા પણ બન્યા છે કે ડ્રાઈવર અન્ય સ્થળે કોલની રાહ જોતો હોય અને ટ્રાન્સપોર્ટર કે શીપર નો સંપર્ક ના થતા આખો દિવસ વીતી જાય અને ડેમરેજ વધતું રહે. કોમ્યુનીકેશન આજના યુગમાં અત્યંત મહત્વપુર્ણ પાસુ છે ત્યારે મહાબંદરમાં કંપનીઓ સાથે સંકલનના અભાવે કે અન્ય કારણોસર આ સંપર્ક ક્રાંતિ, કે જે મોબાઈલ અને ઈન્ટરનેટની શોધ બાદ પોતાના શીખર પર છે, તેનો સંપર્ક કંડલા પોર્ટ સાથે હજી પણ નથી શક્યો.

ત્રણ ટેલિકોમ્યુનિકેશન કંપનીઓ સાથે વાતચીત ચાલુ છેઃ ડીપીટી
આ અંગે ડીપીટીના પ્રવક્તા ઓમપ્રકાશ દાદલાણીએ જણાવ્યું કે ટેલિકોમ્યુનિકેશનની અગ્રણી ત્રણ કંપનીઓ સાથે પોર્ટમાં ક્નેક્ટીવીટી વધારવા માટેની વાતચીત ચાલુ છે, જેઓ અહી વધુ ફ્રીક્વન્સી ધરાવતી ટેક્નોલોજીનું સેટઅપ કરે તે માટેની પ્રક્રિયાઓને પણ અંતિમ સ્વરુપ અપાઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...