હાલાકી:ડિજિટલ ઈન્ડિયા ઓન ગ્રાઉન્ડઃ કંડલા પોર્ટમાં એન્ટ્રી પાસ માટે લાંબી કતારો

કંડલા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ વર્ષ માટે મળતા પાસની સમય અવધી ઘટાડતા હાલાકી વધી
  • જેટલો સમય કામમાં નથી જતો, એટલો સમય પાસની પ્રોસેસ માં જાય છે!

દીન દયાલ પોર્ટ ઓથોરિટીની પાસ પ્રવેશ પ્રક્રિયામાં આવેલા બદલાવથી કેવી હાલાકીનો સામનો લોકો કરી રહ્યા છે તેની તસવીરો હવે સામે આવી રહી છે. નામ ન જણાવવાની શરતે એક નાની કંપનીના કર્મચારીએ કહ્યું કે જેટલો સમય કામ કરવાનો હોય છે, તેનાથી વધુ પાસની પ્રવેશ પ્રક્રિયાઓમાં ફરી ફરીને થઈ જાય છે.

ડીજીટલ ઈન્ડિયાના કેંદ્ર સરકારના વિઝન અને દીન દયાલ પોર્ટ ઓથોરિટી દ્વારા તે માટે લેવાયેલા નિર્ણયો વચ્ચે ધરાતલ પર વાસ્તવિકતા કાંઈક અલગજ દેખાઈ રહી છે. પોર્ટની સામેજ આવેલી કચેરીમાં પરવાનગીના છેલ્લા સ્ટેજ એટલે કે સીઆઇએસએફ બહાર શ્રમિકો, ઉપભોક્તાઓ, કર્મચારીઓ લાંબી કતાર લગાવીને રાહ જોઇ રહ્યા છે.

લોકોએ જણાવ્યું કે આ અગાઉ પોર્ટની પરવાનગી, પોલીસ પરવાનગી, તે માટેના જરૂરી દસ્તાવેજો, વેઈટીંગ, થપ્પાઓ, ડબલ નકલ સહિતની અનેક પ્રક્રિયાઓમાંથી દિવસભરનો સમય ખર્ચીને પસાર થયા બાદ જો શક્ય બને તો પાસ નસીબદારને મળી જાય છે, નહિતર બીજા દિવસે આવીને તેને ક્લેક્ટ કરવાનો રહે છે.

અગાઉ નજીક આ પાસની પરવાનગીનો સમયગાળો એક વર્ષનો હતો, હવે તેને ઘટાડીને એક અલગ અલગ માપદંડો અનુસાર સપ્તાહ, પખવાડીયુ, મહિનો અને મહતમ ત્રણ મહિના કરી દેવાયા છે. જેથી દર થોડા દિવસો ફરી આજ આખી પ્રક્રિયામાંથી પસાર થવું માથાના દુખાવા સમાન સ્થિતિ બની રહી છે, પોર્ટ પ્રશાસનનો આ અંગે સંપર્ક સાધતા તેમણે જણાવ્યું કે આ દિશામાં તેવો હકારાત્મક વલણ દાખવીને નિર્ણય લેવાની દિશામાં આગળ વધી રહ્યા છે.

આરએફઆઈડીથી ઉદભવેલી સમસ્યા કામચલાઉ રીતે અટકી, કાયમી સમાધાન માટે માળખંુ જરૂરી
આરએફઆઈડી સિસ્ટમને લાગુ કરવામાં વેપારીઓ, ઉધોગપતીઓ સહિતના ઉપભોક્તાઓ દ્વારા હકારાત્મક વલણ દાખવાયું હતું, સીએચએ પક્ષ તરફથી કેટલીક બાબતોની અસ્પષ્ટતા હોવાનો ગણગણાટ હતો પરંતુ તે અંગે કોઇ સ્પષ્ટતા થઈ શકી નહતી. બે દિવસ પહેલા બંધ થયેલા કામ બાદ કામચલાવુ રુપે મેન્યુઅલ એન્ટ્રીને પરવાનગી અપાઈ છે, પરંતુ કાયમી ઉકેલ માટે પોર્ટ દ્વારા કાંટા, એન્ટ્રી સીસ્ટમ, નોડલ ઓફિસર જેવી મૂળભૂત સુવિધાઓ તાત્કાલિક ઉભી કરવી પડશે તેવો સુર પ્રબળ બનવા પામ્યો છે.

અન્ય સમાચારો પણ છે...