તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખસ્તા હાલત:કંડલા પોર્ટ વિસ્તારમાં ઉંડા ખાડા, લાઈટનો અભાવ સર્જી શકે છે જોખમ

કંડલા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દેશના નં.1 પોર્ટ અંદરની દુર્દશાઃ આવી સ્થિતિના કારણે થાય છે અકસ્માતો
  • જેટી નં. 6 સામે, કેન્ટીન નં. 2 સામે ભારે વાહનોની આવન જાવન વચ્ચે ખસ્તા હાલત

દીન દયાલ પોર્ટ ટ્રસ્ટ, કંડલાના પોર્ટ વિસ્તારમાં કેટલાક એરીયામાં જાણવણીના અભાવે મોટા ખાડા પડેલા છે, જે કોઇ માટે જાનનુ જોખમ ઉભુ કરી શકે તેમ હોવાનું સ્થાનિકોનું કહેવું છે. દેશના નં.1 પોર્ટના અંદરની આવી ખસ્તા સ્થિતિ મેઈન્ટેન્શનના અભાવે સર્જાતી હોવાની ફરિયાદ જુની છે, પરંતુ તે અંગે કોઇ ઠોસ કાર્યવાહી કરાતી નજરે ચડતી નથી.

પોર્ટ એરીયામાં કેન્ટીન નં. 2 સામે અને જેટી નં. 6 પાસે પોર્ટ વિસ્તારમાં ઉંડા ખાડા પડી ગયા છે, અહિ સુધી કે તેના સળીયા પણ બહાર દેખાઈ રહ્યા છે અને તુટી ગયા છે. અધુરામાં પુરુ તેની આસપાસ ઈંટો અને પથ્થરો પડેલા છે. જેની આસપાસ બલ્ક કાર્ગો રખાયો છે. આવી સ્થિતી તે એરીયાની છે, જ્યાંથી ભારે વાહનો પસાર થાય છે અને રાત્રીના પ્રકાશની પુરતી વ્યવસ્થા ના હોવાથી અંધકાર પણ છવાતાં મોટો અકસ્માત આ ખસ્તા હાલત સર્જી શકે છે.

વરસાદમાં પાણી ભરાતા પરિસ્થિતિ બદતર
પોર્ટ વિસ્તારમાં ભારે પ્રમાણમાં બલ્કમાં વિવિધ સામગ્રી આવે છે તો હજારોની સંખ્યામાં ભારે વાહનોની આવન જાવન સતત ચાલતી રહે છે. આ તમામ વચ્ચે જાળવણીના અભાવે ગંદકી, ખાડા,અંધારા અને ટ્રાફિક વચ્ચે વરસાદ પડે છે ત્યારે ખાડાઓમાં પાણી ભરાતા પરિસ્થિતિ બદ થી બદતર થઈ જાય છે. દર વર્ષે અકસ્માતો તેના કારણે થાય છે, ટ્રાન્સપોર્ટરો આ અંગે વર્ષોથી માંગ અને રજુઆતો કરી કરીને થાકી ગયા છે.

અન્ય સમાચારો પણ છે...