તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:નવા કંડલામાં અજાણ્યા વાહન અડફેટે ટ્રક ચાલકનું મોત નિપજ્યું

કંડલા/અંજાર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અંજારના કોટડા ખાતે ટ્રેક્ટરનું બમ્પર માથામાં લાગતાં શ્રમિકે જીવ ગુમાવ્યો

પૂર્વ કચ્છના નવા કંડલામાં અજાણ્યા વાહન અડફેટે પગપાળા ચાલીને જઇ રહેલા ટ્રક ચાલકનું મોત , તો અંજારના કોટડા ખાતે કામ કરી રહેલા શ્રમિકના માથામાં ટ્રેક્ટરનું બમ્પર લાગતાં જીવ ગુમાવ્યો હોવાની એમ બે જીવલેણ ઘટના નોંધાઇ હતી. અંજારના માથક ખાતે રહેતા અને ગાંધીધામમાં નૂરી મસ્જિદ સામે ડાંગર લોજિસ્ટિક નામે ટ્રાન્સપોર્ટ ધરાવતા અરવિંદભાઇ ભીમાભાઇ ડાંગર પાસે બિહાર છપરનાના 55 વર્ષીય અનિલ શિવલાલરાય યાદવ છેલ્લા દોઢ માસથી ટ્રક ચાલક તરીકે કામ કરતા અને એ.વી.જોષી કંપનીમાં કામ કરતા હતા તેઓ ગત સાંજે નવા કંડલામાં આવેલા ફ્રેન્ડ સોલ્ટ પાસે પગે ચાલીને જઇ રહ્યા હતા ત્યારે પૂરપાટ આવેલા અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતાં તેમનું મોત નિપજ્યું હતું. અરવિંદભાઇ ડાંગરે કંડલા મરિન પોલીસ મથકે અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ ગુનો નોંધાવી છે.

તો મૂળ સંતરામપુર અને હાલે અંજારના કોટડાની વાડીમાં રહેતા 35 વર્ષીય સુમિત્રબેન ચંદાણાની ફરિયાદને ટાંકીને મળતી માહિતી મુજબ, તેમના પતિ ગણેશભાઇ ભેમાભાઇ ચંદાણા રમેશ શામજી ઉર્ફે ઘેલાભાઈ કોઠીવારની વાડીમાં ટ્રેકટર વડે ધોરીયા પાળાનું કામ કરતા હતા, જેમાં રમેશભાઇ ટ્રેક્ટર ચલાવી રહ્યા હતા અને ફરિયાદીના પતિ ગણેશભાઈ ભેમાભાઈ ચંદાણા ટ્રેકટર પાછળ પાળા બાંધવાનો બમ્પર (પતરા) પર બેઠા હતા ત્યારે ખેતરના સેઢા ઉપર રમેશભાઇએ અચાનક ટર્ન લેતાં ગણેશભાઇએ બેલેન્સ ગુમાવ્યું હતું અને પડી ગયા હતા જેમાં બમ્પર લાગતાં તેમને માથા અને પગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. રમેશભાઇ અને તેમના પરિવાર ઇજાગ્રસ્તને તાત્કાલીક દુધઇ સરકારી હોસ્પિટલ લઇ ગયા હતા પરંતુ સારવાર કારગત નિવડે તે પહેલાં જ તેમણે દમ તોડ્યો હતો. પોલીસે બેદરકારી પૂર્વક ટ્રેક્ટર ચલાવનાર રમેશભાઇ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

કંડલાના માર્ગોમાં ખાડાઓ અકસ્માતો નોતરે છે
દેશના સૌથી મોટા ગણાતા પોર્ટ ડીપીટીના માર્ગે એટલા મોટા પ્રમાણમા ખાડાઓ પડી ગયા છે કે ભારે વાહનોને પોતાની સમતુલા જાળવવામાં પણ તકલીફ પડે. પોર્ટના દાયરામાં આવતા માર્ગોનું સમારકામ તો કરાવ્યું, પણ ટોલરોડમાં આવતા, હાઈવે રોડ પર ખાડાઓ બરકરાર છે. જેના કારણેજ અગાઉ અકસ્માતો થઈ ચુક્યા છે ત્યારે પોર્ટ પ્રશાસન દ્વારા પણ આ અંગે સક્રિયતા દાખવીને શા માટે સબંધીત વિભાગને રજુઆત કરાઈ રહી, તે પણ પ્રશ્ન ઉઠવા પામ્યો છે.

અન્ય સમાચારો પણ છે...