તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના સંક્ર્મણ:કંડલાથી ડર્બન પહોંચેલા જહાજના 14 ક્રુ પોઝિટિવ

કંડલા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સામુદ્રીક પ્રવાસથી ડર્બન પોર્ટ પહોંચ્યુ હતું વેસલ
  • નિયમાનુસાર ટેસ્ટ કરાયા બાદ પોઝિટિવ આવતા ક્રુ સભ્યોને સ્થાનિકે ક્વોરાઈન્ટાઈન કરાયા

ડીપીટી થી સાઉથ આફ્રીકાના સીધા ડર્બન પોર્ટ 17 દિવસના દરીયાઈ પ્રવાસથી પહોંચેલા કાર્ગો વેસલમાં સવારે કૃ સભ્યોની નિયમાનુસાર તપાસ કરતા તેમાથી 14 કૃ કોરોના પોઝિટિવ માલુમ પડતામ તેમને ડર્બન પોર્ટ પરજ ક્વોરાઈન્ટાઈન કરાયા હતા.

18 એપ્રીલના દીન દયાલ પોર્ટ ટ્રસ્ટ, કંડલાથી આ કાર્ગો વાહક જહાજ નિકળ્યું હતું, જેના ચીફ એન્જીનીયર હાર્ટ એટેકથી મૃત્યુ પામ્યાનું જણાવાયું હતું. જેના કારણે જહાજ તપાસની નિગરાનીમાં હતું. એમવી કોન્સ્ડોડીલેટર જ્યારે પોર્ટ પર આવ્યું ત્યારે નિયમાનુસાર તમામ ક્રુ સભ્યોની તપાસ કરાઈ હતી, જેમાં 14ને કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું. કૃ સભ્યોની અયોગ્ય તબીયત અંગે માહિતી ના આપવા અંગે માસ્ટર સામે કાયદાકીય કાર્યવાહી પણ કરવાની દિશામાં પગલા ભરાઈ શકે છે તેવું સુત્રોએ જણાવ્યું હતું.

હાલ કૃ સભ્યોને પીસીઆર ટેસ્ટ માટે સેન્ટ જ્યોર્જ્સ હોસ્પિટલ લઈ જવાયા છે. જ્યાંથી તેમને એકાંતવાસ માટે મોકલી અપાશે. તો શીપને સેનેટાઈઝ કરવાની પ્રક્રિયા પણ કરવામાં આવી રહી છે. આવું કઈ રીતે થયું તે દિશામાં સ્થાનિક ધોરણે પણ તપાસ આરંભાય તેવી સંભાવના સુત્રો વ્યક્ત કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...