અકસ્માત:કંડલામાં ટ્રેઇલર અડફેટે બાઇક સવાર યુવાન ઘાયલ

ગાંધીધામ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ટાગોર રોડ પર કાર અડફેટે એક્ટિવા કાકા-ભત્રીજી ઘાયલ

કંડલામાં ટ્રેઇલર અડફેટે યુવાન બાઇક સવારને ગંભીર ઇજાઓ પહોંચી હોવાની તેમજ ટાગોર રોડ પર ઇનોવા અડફેટે એક્ટિવા સવાર કાકા ભત્રીજીને ઇજાઓ પહોંચી હોવાની બે ઘટનાઓ પોલીસ ચોપડે ચડી છે. નવા કંડલા પોર્ટ કોલોનીમાં રહેતા 62 વર્ષીય રાજારાવ બુઢઇપા મેટરૂએ કંડલા મરિન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે કે, ગત બપોરે બેલ્ડિંગ કામ કરતો તેમનો પુત્ર શેખર બાઇક પર ગાંધીધામથી કંડલા આવી રહ્યો હતો ત્યારે જીજે-12-બીડબલ્યુ-4523 નંબરના ટ્રેઇલર ચાલકે બાઇક અડફેટમાં લેતા શેખરને માથાના ભાગે હેમરેજ સહિતની ઇજાઓ પહોંચી છે. કંડલા મરિન પોલીસે ટ્રેઇલર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

તો નવી સુંદરપુરી ધોબીઘાટ પાસે રહેતા બબીબેન રજનીકાંત વાલ્મીકીએ ફરિયાદ નોંધાવી રહ્યા છે કે તેમનો ભાઇ મેહુલ અને ભત્રીજી મિત્તલ એક્ટિવા પર આદિપુર રહેતા ફઇ રતનબેનને મળવા જઇ રહ્યા હતા ત્યારે ટાગોર રોડ પર ગુરુકુળ રોડના કટ પાસે પૂરપાટ આવેલા જીજે-12-એઇ-9742 નંબરની ઇનોવા કારના ચાલકે એક્ટિવાને અડફેટે લેતાં એક્ટિવા ચલાવી રહેલા મેહુલને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતાં હાલ બેભાન હાલતમાં સારવાર હેઠળ છે જ્યારે 16 વર્ષીય મિત્તલને ડાબા પગના અંગૂઠા પાસે અને આંખ પાસે ઇજાઓ પહોંચી હતી. પોલીસે ઇનોવા ચાલક વિરુધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

અન્ય સમાચારો પણ છે...