તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:કિડાણામાં ઝેરી દવા પી લેતાં યુવાનનું મોત

ગાંધીધામ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગાંધીધામ નજીક આવેલા કિડાણામાં રહેતા યુવાને ઝેરી દવા પી લીધા બાદ સારવાર કારગત નિવડે તે પહેલાં તેણે દમ તોડ્યો હોવાની ઘટના બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ છે. આ બાબતે પોલીસ ચોપડેથી પ્રાપ્ત વિગતો મુજબ , બનાવ ગત સાંજે બન્યો હતો જેમાં કિડાણા રહેતા 18 વર્ષીય જયેશભાઇ નાગશીભાઇ માતંગે કોઇ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી.

જેમને પિતા નાગશીભાઇ રામબાગ હોસ્પિટલ લઇને ગયા હતા પરંતુ સારવાર કારગત નિવડે તે પહેલાં જયેશે દમ તોડ્યો હતો. તબીબે પોલીસને જાણ કરતાં પોલીસે અકસ્માત મોતનો બનાવ દર્જ કરી તપાસ હાથ ધરી છે. કયા કારણોસર આ બનાવ બન્યો તે બાબતે તપાસ પીએસઆઇ એમ.કે.વાઘેલા તપાસ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...