તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શ્વાનોની સેવા:શેરીના શ્વાનો માટે યુવાને સારા પગારની શિપિંગની નોકરી છોડી

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નિર્ભયા ફાઉન્ડેશનનું સૂત્ર - અબોલ જીવ નો અવાજ

કચ્છ એ સંત, શુરવીર અને દાતાઓની ભૂમિ છે એટલે આ ભૂમિ ઉપર સેવાના ભેખધારીઓ પણ અલગ અલગ ક્ષેત્રમાં જોડાયેલા રહે છે, ત્યારે વાત કરવી છે ગાંધીધામના એક એવા યુવાનની જેણે શેરીમાં રખડતા અબોલ શ્વાનોની સેવા સુશ્રુષા માટે પોતાની સારા પગાર સાથેની શિપિંગની નોકરીને પણ તરછોડી દીધી અને હાલ આ યુવાને શરૂ કરેલા આ સેવા યજ્ઞની કામગીરી એક એનજીઓ બની ચૂકી છે. હાલ ભાડા ઉપર લેધેલી જગ્યા પર આશ્રય લઇ રહેલા 40 રખડતા શ્વાનોને જમાડવા થી લઇ બીમાર શ્વાનોની મેડિકલ સેવા સહીતની કામગીરી ગાંઠના પૈસા ખર્ચીને કરવામાં આવી રહી છે.

સાત વર્ષ પહેલાં મનિષ દેવનાનીએ શરૂ સાત વર્ષ પહેલાં શરૂ કરેલી રખડતા શ્વાનોની સેવાને પગલે ગાંધીધામનો નિર્ભયા ફાઉન્ડેશન પાયો નખાયો જે 8 મહિના પહેલાં એનજીઓના સ્વરુપમાં આ અબોલ જીવોની સેવા કરી રહ્યુ઼ છે અને તાજેતરમાં જાન્યુઆરીમાં સત્તાવાર રીતે ડોગ સેવા આપતી એનજીઓ તરીકે નોંધણી કરાવી હતી. આ સંસ્થાના સ્થાપક મનીષ દેવનાની જેઓ અગાઉ સારા વેતન સાથેની શિપિંગ કંપનીની નોકરી કરી રહ્યા હતા. તેમણે ગત ડિસેમ્બરમાં જ માત્ર અબોલ જીવોની સેવા સુશ્રુષા માટે નોકરીમાંથી રાજીનામું આપીને આ સંસ્થાની કામગીરી ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

ભારતનગર ગાંધીધામમાં એક જગ્યા ખરીદી જ્યાં ફાઉન્ડેશન અત્યારે ચાલે છે. તેમની ટીમમાં માત્ર ત્રણ લોકોનો સમાવેશ થાય છે જે કૂતરાઓની દૈનિક દિનચર્યાઓ તેમજ તમામ હોસ્પિટલને લગતા જરૂરી કામ કરે છે.હાલમાં આ સંસ્થા 30 થી વધુ શેરીના કૂતરાઓને ઘર પૂરું પાડે છે, અને 40 થી વધુ કૂતરાઓને દિવસમાં ત્રણ વખત ખોરાક પૂરો પાડે છે.

માત્ર આ શેરીના શ્વાનોને જમાડવાનો ખર્ચ રોજનો 2,500 થી 3,000 રુપિયા થઇ રહ્યો છે , આમાં મેડિકલ સારવારનો ખર્ચ અલગ છે. જેમાં સૌથી વધુ બિલ હોસ્પિટલનું અત્યાર સુધીનું 1,46,000 નું આવ્યુ઼ હતું તો લોએસ્ટ બીલ રૂ.48,000 નું આવ્યું છે તેનાથી નીચેનું બિલ આવ્યું નથી. હાલ આ સંસ્થા ઘાટના તોડીને આ સેવા કાર્ય કરી રહી છે.

મેનકા ગાંધી પણ થયા હતા પ્રભાવિત
પ્રાણીઓના હક્કો માટે સતત સક્રિય રહેતા સાંસદ અને સામાજિક કાર્યકર મેનકા ગાંધી પણ સંસ્થાની ગતિવિધિથી અવગત થઈને પ્રભાવિત થયા હતા અને જ્યારે શ્વાનને માર મારવાની ઘટના તેમજ પોલીસ ફરિયાદ ન લેવાતી હોવાની રાવ તેમના સામે આવી તો દેવનાનીનો સંપર્ક કરીને તેમણે કેસ દાખલ કરવા માટે હસ્તક્ષેપ કર્યો હતો, ત્યારબાદ ફરિયાદ ચોપડે ચડી હતી.

રખડતા શ્વાનને બચાવવા જતા હુમલો થયો
વરસામેડી પાસે આવેલી એક સોસાયટીમાં શ્વાનો પર અત્યાચાર થતા હોવાનું જોઇને મનીષ સ્થળ પર દોડી ગયા હતા, પરંતુ સ્થાનિક રાજકીય ઓથ ધરાવતા કેટલાક લોકોએ તેના પરજ હુમલો કરીને માર માર્યો હતો. આજ પ્રકારના અન્ય કિસ્સાઓમાં પણ તેમને સંઘ₹ર્ષનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ આ તમામ વચ્ચે શ્વાન પ્રેમને તેમણે સતત કેંદ્રમાં રાખીને સેવાધર્મ નિભાવ્યો હતો.

જો અબોલ જીવની સેવા કરૂં તોજ ઉંઘ આવે
શિપિંગ કંપનીની નોકરી તરછોડી માત્ર અબોલ જીવોની સેવા સુશ્રુષામાં જ પોતાની જીંદગી લગાવનાર મનીષ દેવનાની માને છે કે ઘરમાં તમારા પાલતુને પ્રેમ કરો છો પરંતુ શેરીના કૂતરાઓની અવગણના કરો છો, તો માત્ર પાળીતા શ્વાનની સેવાથી તમે પશુ પ્રેમી બનતા નથી, મેં કોઇ અબોલ જીવની સેવા કરી હોય તો જ મને સારી ઉંઘ આવ છે તેવું તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...