હુમલો:રેસ્ટોરન્ટમાં રોટલી બાબતે ગાળાગાળી, માલિકને કહ્યું ‘તુ મને ઓળખતી નથી’

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સામાપક્ષે રેસ્ટોરન્ટ સંચાલકોએ અપશબ્દો આપ્યાની ફરિયાદ નોંધાઈ
  • સુંદરપુરીમાં સામાન્ય બોલાચાલીનું દુ:ખ રાખીને લોખંડના પાઈપ, લાકડીઓથી હુમલો

ગાંધીધામમાં મારામારીની ઘટનાઓ જાણે રોજનો ક્રમ બન્યો હોય તેમ નાની વાતોમાં મારામારી અને ઝગડાઓની ઘટના સામે આવવા પામી રહી છે. ગાંધીધામ રોટરી સર્કલ પાસે આવેલા રેસ્ટોરંટમાં રોટલીની ગુણવતાને લઈને બોલાચાલી થયા બાદ બન્ને પક્ષે સામસામે ફરિયાદ કરી હતી. તો સુંદરપુરીમાં સામાન્ય બોલાચાલીનું દુખ રાખીને લોખંડના પાઈપ વડે હુમલો કરી ફ્રેક્ચર સહિતની ઈજા પહોંચાડાઈ હતી. ગાંધીધામના એ ડિવિઝન પોલીસ મથકે સોનિયા સુશીલ શર્માએ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે તેવો રોટરી સર્કલ પાસે વેજી ગ્રીલ સોયાચાટ રેસ્ટોરંટ ચલાવે છે.

જેમાં આરોપી ગીરીરાજસિંહ (રહે. આદિપુર) એ ગત તા.17/10ના રાત્રીના આવીને રોટલી બાબતે બોલાચાલી કરી ઝઘડો કરી બીભત્સ ગાળો આપીને ‘તુ મને ઓળખતી નથી’ જેવી ધમકી આપી હતી. તો ગીરીરાજસિંહ નાથુભાઈ રાણાએ રેસ્ટોંરટ સંચાલક સોનીયા શર્મા અને સુશીલ શર્મા વિરુદ્ધ ગુનો નોંધાવતા જણાવ્યું હતું કે તેવો પરિવાર સાથે જમવા ગયા હતા ત્યારે મંચુરીયન વાંસી અને કાચા અપાયા હતા, ઓર્ડર આપ્યાના અડધા કલાકે માત્ર છાસ અને પાપડ આવ્યા હતા. વેઈટરે ધાણાજીરુ, ડુંગળી, લીંબુ ન હોવાનું જણાવ્યું હતું.

ત્યારબાદ પહેલી રોટલી આવ્યાના 20 મીનીટે બીજી રોટલી આવી હતી જે વાસી અને કાચી હોવાનું લાગતા વેઈટરને બોલાવ્યો હતો પણ તે ન આવતા ફરિયાદી કાઉન્ટર પાસે ગયો હતો. જ્યાં આરોપી માલીકો સાથે બોલાચાલી થઈ હતી, જેમણ?એ આવુંજ ખાવાનું મળશે તેમ કહીને ‘તુ કાંઈ ગાંધીધમાનો કિંગ તો છો નહિ’ તેમ કહ્યું હોવાની ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે બન્ને ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી હતી. તો સુંદરપુરીના ધોબીઘાટમાં અનીલ ધર્મપાલ ઢાકાએ આરોપીઓ શની, મનીશ અને અન્ય એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનોં નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીઓએ ફરિયાદીના ભાઈ સાથે ગઈ કાલે થયેલી સામાન્ય બોલાચાલીનું દુખ રાખીને એકસંપ થઈને અપશબ્દો આપીને ફરિયાદીને લોખંડના પાઈપ મારી ફ્રેક્ચર અને લાકડી વડે મારીને મુઢમાર જેવી ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...