આયોજન:ગતિ શક્તિ યોજના મુદ્દે વર્કશોપ યોજાશે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી સરબાનંદ સોનોવાલની વિશિષ્ટ ઉપસ્થિતિ

ગાંધીધામ3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ, કંડલા- મિનિસ્ટ્રી ઓફ પોર્ટ્સ, શિપિંગ એન્ડ વોટરવેઝનાના યજમાન પદે ગાંધીનગરમાં આયોજન

સમગ્ર દેશમાં મલ્ટી-મોડલ કનેક્ટિવિટી માટે નેશનલ માસ્ટર પ્લાન પ્રદાન કરવા માટે પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા પીએમ ગતિ શક્તિ યોજના 2021નો પ્રારંભ કરવામાં આવ્યો છે. પીએમ ગતિ શક્તિ યોજના અંતર્ગત દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ, કંડલા- મિનિસ્ટ્રી ઓફ પોર્ટ્સ, શિપિંગ એન્ડ વોટરવેઝ દ્વારા ગાંધીનગર ખાતે મહાત્મા મંદિરમાં વેસ્ટર્ન રિજન માટે સેમીનાર અને વર્કશોપનું 26 નવેમ્બરના રોજ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિતિ રહેશે, જ્યારે કે કેન્દ્રિય પોર્ટ્સ, શિપિંગ એન્ડ વોટરવેઝ તથા આયુષ મંત્રી સરબાનંદ સોનોવાલ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે.

પીએમ ગતિ શક્તિ યોજના લોજીસ્ટિકનો ખર્ચ ઘટાડીને સપ્લાય ચેઇનમાં સુધારો કરીને મેડ ઇન ઇન્ડિયા પ્રોડક્ટ્સને વધુ સ્પર્ધાત્મક બનાવવા ઉપર કેન્દ્રિત છે. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી મોદીએ 13 ઓક્ટોબર 2021ના રોજ મલ્ટી-મોડલ ગતિ શક્તિ માસ્ટર પ્લાન લોંચ કરીને આત્મનિર્ભર ભારત માટેનો પાયો નાંખ્યો હતો. પીએમ ગતિ શક્તિ યોજનાની જાહેરાત તેમણે 15 ઓગસ્ટ, 2021ના સ્વતંત્રતા દિવસના ભાષણમાં કરી હતી અને હવે તેને લાગુ કરવામાં આવી છે.

આ 6 મુદ્દાઓ પર મુખ્યત્વે કાર્યવાહી થશે

ગતિશીલઃ તમામ મંત્રાલય અ વિભાગ હવે જીઆઇએસ પ્લેટફોર્મના માધ્યમથી ક્રોસ-સેક્ટરલ યોજનાઓની પ્રગતિની કલ્પના, સમીક્ષા અને દેખરેખ રાખવા સક્ષમ રહેશે કારણકે ઉપગ્રહ ઇમજરી સમયાંતરે જમીન ઉપર પ્રગતિની જાણકારી આપશે, જેથી સમગ્ર યોજનાની કામગીરીને અદ્યતન બનાવી શકાશે.

વ્યાપકતાઃ તેમાં એક એકીકૃત પોર્ટલ સાથે વિવિધ મંત્રાલયો અને વિભાગોની વર્તમાન અને આયોજિત પહેલ સામેલ રહેશે. દરેક વિભાગ એકબીજાની ગતિવિધિઓ જોઇ શકશે, જે વ્યાપક સ્તરે યોજનાઓને બનાવે છે તથા અમલીકરણના સમયે મહત્વપૂર્ણ ડેટા પ્રદાન કરે છે.

પ્રાથમિકતાઃ તેના માધ્યમથી વિવિધ વિભાગ ક્રોસ-સેક્ટરલ ઇન્ટરેક્શનના માધ્યમથી તેમની યોજનાઓને પ્રાથમિકતા આપવા સક્ષમ રહેશે.

અનુકૂલનઃ રાષ્ટ્રીય માસ્ટર પ્લાન વિવિધ અવરોધોની ઓળખ કર્યાં બાદ યોજના તૈયાર કરવામાં વિવિધ મંત્રાલયોને સહાય કરશે. માલને એક સ્થળેથી બીજા સ્થળે લઇ જવા માટે, યોજનાનો સમય, ખર્ચ વગેરે માટે ઉત્તમ માર્ગને પસંદ કરવામાં માર્ગદર્શન અપાશે.

સિંક્રનાઇઝેશનઃ વિવિધ મંત્રાલય અને વિભાગો મોટાભાગે સમન્વયના અભાવનો સામનો કરે છે, જેના કારણે પ્રોજેક્ટમાં વિલંબ પેદા થાય છે. પીએમ ગતિશક્તિ દરેક વિભાગની ગતિવિધિની સાથે-સાથે કામગીરીમાં સમન્વય સુનિશ્ચિત કરીને એકંદરે પ્રોજેક્ટને આગળ ધપાવવામાં ઉપયોગી રહેશે.

વિશ્લેષણઃ યોજના જીઆઇએસ-આધારિત સ્થાનિક યોજના અને 200થી વધુ લેયર્સ સાથે વિશ્લેષણાત્મક ઉપકરણોને એક સાથે સંપૂર્ણ ડેટા પ્રદાન કરશે, જેનાથી અમલીકરણ એજન્સીને વધુ સ્પષ્ટતા મળી રહેશે.

અન્ય સમાચારો પણ છે...