તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રમકડા મેળા:તાલુકાના શિક્ષકની કૃતિ રાજ્ય કક્ષાના રમકડા મેળા માટે પસંદગી

ગાંધીધામએક મહિનો પહેલા
 • કૉપી લિંક
શિક્ષક વાડીલાલભાઇ અને કૃતિ - Divya Bhaskar
શિક્ષક વાડીલાલભાઇ અને કૃતિ
 • દેશી રમકડા કેટેગરીમાં ભારતીય સંસ્કૃતિ, ઇતિહાસ આલેખાયો

રેલ્વેકોલોની પ્રાથમિક શાળા ગાંધીધામ તાલુકાના શિક્ષકની કૃતિ રાજ્યકક્ષાના રમકડા મેળા માટે પસંદગી પામી છે. બાળકોને અધ્યયન-અધ્યાપન પ્રક્રિયા અને શિક્ષણશાસ્ત્રમાં સામેલ કરીને સક્રિય અને આનંદકારક શિક્ષણ પ્રદાન કરવાના લક્ષ્ય સાથે અને દેશી રમકડા ઉદ્યોગને પ્રોત્સાહન આપવા, શિક્ષણમંત્રાલય સહિતના અન્ય મંત્રાલયોના સહયોગથી કાપડમંત્રાલય દ્વારા રાષ્ટ્રીય રમકડા મેળાનું આયોજન કર્યું છે.

સૌ પ્રથમ તાલુકા કક્ષાએ અને ત્યારબાદ જિલ્લા કક્ષાએ રમકડા મેળાનું આયોજન સંપૂર્ણ થયેલ છે. પ્રાથમિક વિભાગના દેશી રમકડા કેટેગરીમાં – ભારતીય સંસ્કૃતિ, પૌરાણિક કથા અને ઈતિહાસ, ભારત અને પ્રજાતંત્ર વિષયમાં ગાંધીધામ તાલુકાની રેલ્વેકોલોની પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષક વાડીલાલભાઈ રૂડાણીએ પ્રથમ ક્રમાંક મેળવી શાળા અને તાલુકાનું નામ રોશન કરી આગામી રાજ્યકક્ષાના રમકડા મેળામાં ભાગ લેવા માટે પસંદગી પામેલ છે.

કૃતિ તૈયાર કરવા માટે ગાંધીધામ તાલુકાના બી.આર.સી.કો.ઓર્ડિનેટર ભરતભાઈ ઠક્કર, મહેશ્વરીનગર સી.આર.સી. કો.ઓર્ડિનેટર લાલજીભાઈ ઠક્કર, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કૃપાલીબેન વાગડીયા તેમજ રેલ્વેકોલોની પ્રાથમિક શાળા આચાર્ય રસિકભાઈ નાઈ તેમજ સ્ટાફનો સહકાર અને માર્ગદર્શન મળ્યું હતું. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન- શાખા તેમજ રમકડા મેળાના જીલ્લા લાયઝન ઓફિસર અશ્વિનભાઈ સુથાર તેમજ ગાંધીધામ તાલુકા લાયઝન ઓફિસર બિંદુબેન પટેલ શુભેચ્છાઓ પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો