ફરિયાદ:જખૌમાં પૈસા માટે મહિલાઓ બાખડી: 7 સ્ત્રી સામે ફરિયાદ

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વામકામાં ભત્રીજાએ જ કાકાને પાઇપથી માર માર્યો

અબડસા તાલુકાના જખૌ ગામે જુરીના રૂપિયા બાબતે મહિલાઓ વચ્ચે મારા મારી થઇ હતી તો ભચાઉ તાલુકાના વામકા ગામે ભત્રીજાએ સાગરિત સાથે મળી કાકાને માર માર્યો હતો. જખૌ કોલીવાસમાં રહેતા જમનાબાઇ દયાભાઇ કોલીએ જશોદાબેન કોલી, હેમાબાઇ દયા કોલી, હુરબાઇ સલુ કોલી વિરૂધ ફરિયાદ નોંધાવી છે. જશોબાબેને ફરિયાદીના પતિ પાસેથી નીકળતા માછીમારીના કામના રૂપિયા માંગ્યા હતા. ફરિયાદીએ મારા પતિ ઘરે આવે ત્યારે આવજો તેમ કહેતા આરોપણ મહિલાઓએ ધકબુસટનો મારી માર્યો હતો.

તો પ્રતિ ફરિયાદમાં હેમાબાઇ દયા કોલીએ મંજુલાબેન લધા કોલી, હંસાબેન ભરત કોલી, રસીલાબેન રાજેશ કોલી, અને જમનાબેન દયાભાઇ કોલી સામે રૂપિયા મુદે મારકુટ કર્યાની ફરિયાદ નોંધાવી છે. વામકા ખાતે રહેતા મનજી નરશીભાઇ કોલીની ફરિયાદ મુજબ ભત્રીજા માનસંગ સુરેશ કોલીએ ફોન કરી બોલાવ્યા બાદ તું હવે મારી સાથે મજૂરી કરવા કેમ નથી આવતો કહી મનજીભાઇને તેના ભાઇ રાજેશ નરશી કોલીએ પકડી રાખ્યો હતો અને માનસંગે લોખંડના પાઇપ વડે માર માર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...